• Home
  • News
  • ઝાડુને જુતાનો ડર? આપની પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ,પ્રેસ અને કાર્યકર્તાઓ તમામને જુતા બહાર કઢાવાયા
post

આશ્રમ રોડ પર આવેલા વલ્લભ સદન હવેલી મંદિરમા અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સને કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત તમામ લોકોને બહાર બુટ ચપ્પલ કઢાવવામાં આવ્યા હતા. હજારો લોકો બુટ ચપ્પલ બહાર કાઢીને આવ્યા હતા. આ ઉપરાંત જેની પાસે આઇકાર્ડ નહોતું તેમને પણ અંદર પ્રવેશ નહોતા આપવામાં આવ્યા.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-15 10:46:17

અમદાવાદ : આશ્રમ રોડ પર આવેલા વલ્લભ સદન હવેલી મંદિરમા અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સને કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત તમામ લોકોને બહાર બુટ ચપ્પલ કઢાવવામાં આવ્યા હતા. હજારો લોકો બુટ ચપ્પલ બહાર કાઢીને આવ્યા હતા. આ ઉપરાંત જેની પાસે આઇકાર્ડ નહોતું તેમને પણ અંદર પ્રવેશ નહોતા આપવામાં આવ્યા. 

બી ડિવિઝન એસીપી એલ.બી ઝાલા અને ગુજરાત યુનિવર્સિટી પી.આઇ વી.જે જાડેજા અને ગનમેન મંદિરમાં પ્રેસ કોન્ફરન્સ હોલમાં બુટ પહેરીને આવ્યા હતા. મંદિરમાં બુટ ચપ્પલ પહેરવાની મનાઇ હોય છે. પોલીસ બંદોબસ્તમાં હાજર અન્ય અધિકારીઓ પણ બુટ બહાર કાઢીને આવ્યા હતા. 

જો કે બીજી તરફ રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી હતી કે, આ ચપ્પલ મંદિર હોવાના કારણે બહાર કઢાયા હતા. કે પછી કેજરીવાલ પર અગાઉ ચપ્પલ મરાયું હતું અને શાહી ફેંકાઇ હતી. જેના ડરનાં કારણે આ પગલું ભરાયું તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. કેટલાક લોકો ઝાડુને જુતાનો ડર હોવાનો વ્યંગ કર્યો હતો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post