• Home
  • News
  • ગુજરાતમાં વાવાઝોડાનો ભય : સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 159 ગામો એલર્ટ, આગામી 12 કલાક ભયજનક
post

હાલ 'નિસર્ગ' વાવાઝોડું સુરતથી 920 કિલોમીટર દૂર દરિયામાંથી આગળ વધી રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-02 09:08:18

અમદાવાદ: ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકિનારે સંભવિત 'નિસર્ગ' વાવાઝોડાની આગાહી ના પગલે ગુજરાતના પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના 159 ગામો પ્રભાવિત થવાની શક્યતા ને પગલે એલર્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાના 109 ગામ પ્રભાવિત થશે અને સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીના 50 ગામો પ્રભાવિત થઈ શકે છે. વાવાઝોડાની લો લાઈન એરિયામાં આવતા 159 ગામનો સર્વે હાથ ધરાયો છે. જે તે જિલ્લા કલેક્ટરને પ્રભાવિત ગામમાં સ્થળાંતર કરવાની જવાબદારી સોંપાઈ ગઈ છે, જેમાં લો લાઈન એરિયામાં નવસારીના 42 ,સુરતના 40, વલસાડ 23, ભરૂચ 4, ભાવનગરના 33, અમરેલીના 17 ગામોનો સમાવેશ થાય છે.


દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા તરફ ધીમે ધીમે આગળ વધશે
અરબી સમુદ્રમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ આગામી 12 કલાકમાં ફરી ડિપ્રેશન સક્રિય થશે. જે ડીપ વાવાઝોડું બનશે, જે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા તરફ ધીમે ધીમે આગળ વધશે. હાલ સુરતના દરિયા કિનારાથી 920 કિલોમીટર ડિપ્રેશન દૂર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post