• Home
  • News
  • ગોદરેજ ગાર્ડન સિટીના રહીશો અને PGના વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું, બૂમાબૂમ કરી બર્થ ડે ઉજવતા હતા
post

પોલીસ પેટ્રોલિંગ ન કરતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-06 08:31:20

અમદાવાદ: જગતપુર પાસે આવેલા ગોદરેજ ગાર્ડન સિટીમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા વિદ્યાર્થીઓ અને રહીશો વચ્ચે બોલાચાલી થઈ હતી. મોડી રાતે 12 વાગ્યા બાદ વિદ્યાર્થીઓ ફ્લેટના કમ્પાઉન્ડમાં અને રોડ પર બર્થ ડે ઉજવતાં હોય છે. જેથી દરરોજ બુમાબુમ અને ચિચિયારીઓથી કંટાળી રહીશોઓએ વિદ્યાર્થીઓને ઠપકો આપ્યો હતો. જેથી મામલો ગરમાયો હતો. પીજીમાં રહેતા 50થી વધુ વિદ્યાર્થીઓ ભેગા થઈ ગયા હતા. રહીશોએ પોલીસને જાણ કરતાં ચાંદખેડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે રહીશો અને વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. બાદમાં વિદ્યાર્થીઓ અને રહીશો વચ્ચે સમાધાન પોલીસે કરાવી દીધું હતું.

પોલીસ પેટ્રોલિંગ કરતી હોવાનો આક્ષેપ
ઉલ્લેખનીય છે કે, ગોદરેજ ગાર્ડન સીટીમાં અનેક વિદ્યાર્થીઓ પીજી તરીકે રહે છે. મોડી રાત સુધી રોડ પર યુવક યુવતીઓ ભેગા થઈ અને બેસતા હોય છે અને રોડ પર બર્થ ડે ઉજવી બુમાબુમ કરતા હોય છે. ચાંદખેડા પોલીસનું સતત પેટ્રોલિંગ હોવાના કારણે આવા ઘર્ષણ સર્જાતા હોય છે. એક તરફ મોડી રાતે પોલીસ લારી ગલ્લાઓ બંધ કરાવી દેતી હોય છે, પરંતુ ચાંદખેડા પોલીસની નિષ્ક્રિયતાથી ગઈકાલે વિદ્યાર્થીઓ અને રહીશો વચ્ચે બોલાચાલી થઈ હતી.

 

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post