• Home
  • News
  • સૌથી અમીર મંદિર તિરૂપતિ બાલાજીમા આર્થિક સંકટ, 21 હજાર કર્મચારીઓના પગારમાં વિલંબ થઇ શકે છે
post

દર મહિને કર્મચારીઓના પગાર અને ભથ્થા પર લગભગ 120 કરોડથી વધુનો ખર્ચ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-13 10:08:52

અમદાવાદ: દેશનું સૌથી અમીર માનવામા આવતુ તિરૂપતિ બાલાજી મંદિર પણ લોકડાઉનના કારણે આર્થિક સંકટના દોરમાંથી પસાર થઇ રહ્યું છે. મંદિર ટ્રસ્ટ આ મહિને તેમના 21 હજાર કર્મરીઓને સમય પર પગાર આપવામાં પરેશાનીનો સામનો કરી રહ્યું છે. કર્મચારીઓને તેની જાણકારી પણ આપી દેવાઇ છે કે પગાર કાપવામાં કે અટકાવવામાં નહીં આવે પરંતુ થોડો વિલંબ થઇ શકે છે. 

20 માર્ચથી શ્રદ્ધાળુઓ માટે બંધ તિરૂપતિ મંદિરને દર મહિને લગભગ 200 કરોડ રૂપિયાનું દાન કેશ અને હુંડી દ્વારા મળે છે. ગત 55 દિવસોમાં મંદિર ટ્રસ્ટને લગભગ 400 કરોડના દાનનું નુકસાન થઇ ચૂક્યો છે. દાનમાં આવેલા ઘટાડાના કારણે ટ્રસ્ટને તેમના દૈનિક કાર્યો અને ખર્ચાઓમાં મુશ્કેલી પડી રહી છે. આ નાણાકીય વર્ષ(2020-21)માટે ફેબ્રુઆરીમાં જ ટ્રસ્ટે 3309 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના PRO ટી. રવિ પ્રમાણે ટ્રસ્ટમાં 21 હજારથી વધુ કર્મચારી છે. તેમાંથી આઠ હજાર કર્મચારી સ્થાયી છે જ્યારે 13 હજાર કર્મચારી કોન્ટ્રાક્ટ પર છે. 

દરરોજ લગભગ 80 હજાર શ્રદ્ધાળુ આવે છે
મંદિરમાં સામાન્ય રીતે દિવસમાં લગભગ 80 હજારથી એક લાખ શ્રદ્ધાળુ આવે છે. પરંતુ લોકડાઉનના કારણે 20 માર્ચથી અહીં દર્શન બંધ છે. માત્ર પુજારીઓ અને અધિકારીઓને જ પ્રવેશની અનુમતિ છે. એક મહિનામાં લગભગ 150થી 170 કરોડનું દાન હુંડીઓથી પ્રાપ્ત થાય છે. તે સિવાય લાડુ પ્રસાદનું વેચાણ, રેસ્ટ હાઉસ યાત્રી નિવાસ વગેરેમાંથી જે આવક થાય છે તેને જોડીને એક મહિનામાં 200થી 220 કરોડની આવક મંદિરને થાય છે. તેમાંથી 120 કરોડ રૂપિયા તો માત્ર પગાર અને ભથ્થા પર ખર્ચ થાય છે. વર્ષ 2020-21માં કર્મચારીઓના પગાર પર લગભગ 1300 કરોડ રૂપિયા ખર્ચ થવાની ધારણા છે. 

મંદિરની ફિક્સ ડિપોઝીટ અને સોનાનો ઉપયોગ નહીં કરે
મંદિર ટ્રસ્ટના ચેરમેન વાયએસ સુબ્બારેડ્ડીએ પણ સ્પષ્ટ કર્યું છે કે પગાર અને ભથ્થા માટે મંદિર ટ્રસ્ટ ક્યારેય તેમની ફિક્સ ડિપોઝીટ અને ગોલ્ડ રિઝર્વને હાથ નહીં લગાડે. તિરૂમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્ર્સ્ટ પાસે લગભગ 1400 કરોડની કેશ અને લગભગ 8 ટન સોનું રિઝર્વ છે. આન્ધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ પણ ટ્રસ્ટને આવું ન કરવા માટે કહ્યું છે કારણ કે આ નાણુ અને સોનું ભક્તોએ આપ્યું છે. તેમની સાથે તેમની ભાવનાઓ જોડાયેલી છે. તેનો ઉપયોગ ટ્રસ્ટના ખર્ચાઓ માટે નહીં કરવામાં આવે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post