• Home
  • News
  • પંજાબના કરતારપુર રેલવે સ્ટેશન પર ઊભેલી ટ્રેનમાં આગ લાગી
post

પંજાબના કરતારપુર રેલવે સ્ટેશન પર ઊભેલી સરયૂ યમુના એક્સપ્રેસમાં ગુરુવાર સવારે આગ લાગી ગઈ

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-19 11:48:09

નવી દિલ્હી : પંજાબના કરતારપુર રેલવે સ્ટેશન પર ઊભેલી સરયૂ યમુના એક્સપ્રેસમાં ગુરુવાર સવારે આગ લાગી ગઈ. આગ એટલી તેજ હતી કે ત્રણ બોગીઓ તેની ઝપટમાં આવી ગઈ. આગ લાગ્યા બાદ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં કોઈની પણ ઘાયલ થવાના અહેવાલ નથી. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવવાનું કામ શરૂ કરી દીધું છે.

મળતી જાણકારી મુજબ ગુરુવારે પંજાબના કરતારપુર રેલવે સ્ટેશન પર સરયૂ યમુના એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી ગઈ. આગ ટ્રેનમાં કેવી રીતે લાગી તેની હજુ સુધી કોઈ જાણકારી નથી. મળતી માહિતી મુજબ જે સમયે આગ લાગી તે સમયે ટ્રેનમાં મુસાફરો ઊંઘી રહ્યા હતા. આગની જાણ થતાં જ અફરાતફરી થઈ ગઈ. રેલવે અધિકારીઓએ તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા. આગ એટલી તેજ હતી કે ત્રણ બોગીઓ તેની ઝપટમાં આવી ગઈ. ટ્રેનમાં આગ લાગવાની જાણ થતાં ત્યાં પહોંચેલી ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવવાનું કામ શરૂ કરી દીધું.

હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોય તેવી સૂચના નથી. ઘટનાસ્થે પહોંચેલા અધિકારીઓએ ટ્રેનમાં આગ લાગવાની તપાસ શરૂ કરી દીધી છે. સ્ટેશન માસ્ટર જંગ બહાદુર મુજબ દુર્ઘટનાના કારણે ટ્રેક નંબર 1, 3 અને 4 સમગ્રપણે પ્રભાવિત રહ્યા. ફિરોજપુર ડિવિઝનના ડીઆરએમે ટ્વિટ કરીને જાણકારી આપી કે તમામ મુસાફરો સુરક્ષિત છે અને તમામને અમૃતસર પહોંચાડવામાં આવી રહ્યા છે. ત્યારબાદ રાત્રે લગભગ 1:30 વાગ્યે ટ્રેક નંબર 2 અને 3ને અન્ય ટ્રેનોના આવન-જાવન માટે ફરી એકવાર શરૂ કરી દેવામાં આવ્યા. રેલવે અધિકારીઓનું કહેવું છે કે મામલાની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે.