• Home
  • News
  • જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો પહેલો કેસ આવતા 32 જિલ્લા કોરોનાની ઝપટમાં, હવે અમરેલી જિલ્લો જ કોરોના વિનાનો
post

ગુજરાતમાં 24 કલાકમાં 376 કેસ, અમદાવાદના 26 સહિત 29 મોત

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-05 12:20:51

અમદાવાદ: જૂનાગઢ જિલ્લામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે જ રાજ્યના 32 જિલ્લા કોરોનાની ઝપટમાં આવી ગયા છે અને માત્ર અમરેલી જિલ્લો જ કોરોના વિનાનો છે.

આ ઉપરાંત ગોંડલમાં એક અને ભાવનગરમાં એક કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 5807 થઇ છે. તેમજ 1195 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.  સોમવારે રાજ્યમાં 376 નવા પોઝિટિવ કેસ મળ્યા. આ સતત છઠ્ઠી વાર બન્યું છે કે 300થી વધુ કેસ આવ્યા છે. બીજીબાજુ સોમવારે જ 29 મોત પણ નોંધાયા. આ સાથે જ અત્યાર સુધીમાં રાજ્યમાં 319 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. છેલ્લા 100 કલાકમાં જ રાજ્યમાં 100 લોકોના મોત થઈ ચૂક્યા છે. 29માંથી 26 મોત માત્ર અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. અહીં કેસોની સંખ્યા 4000ને પાર થઈ ચૂકી છે અને મોતની સંખ્યા 234 પર પહોંચી છે.



5
મેની સવારથી  નોંધાયેલી તમામ મહત્વપૂર્ણ ઘટાનાઓ

દીવમાં લિકર શોપ બહાર લાંબી લાઈનો લાગી
દીવમાં ગઇકાલથી જ દારૂની દુકાનો ખોલવામાં આવી છે. ત્યારે આજે સવારથી જ લિકર શોપ પર લાંબી લાઈનો લાગી છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવીને લોકો દારૂ લેવા ઉભા છે. જીવન જરૂરી વસ્તુઓની જેમ જ લાંબી લાઈનો લગાવી પોલીસની હાજરીમાં દારૂનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. 

ગાંધીનગરમાં સેક્ટર5ના તમામ પ્રવેશદ્વાર બંધ
ગાંધીનગરમાં કોરોનાને ચેપને વધતો અટકાવવા માટે સેક્ટર 5ના વસાહત મંડળ દ્વારા સેક્ટરમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ બંધ કર્યા છે. માત્ર  સીએનજી પંપવાળો માર્ગ અવર-જવર માટે ચાલુ રાખવામાં આવ્યો છે. સવારે દૂધ કેન્દ્રો પર ફરજિયાત માસ્ક પહેરીને દૂધ લેવા જવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવા જણાવાયું છે.  


ગુજરાતમાં 10 દિવસમાં મોતના કેસ 239% વધ્યા
24
એપ્રિલે રાજ્યમાં 127 મોત નોંધાયા હતા.4 મે સુધીમાં આંકડો 319 પર પહોંચ્યો. 10 દિવસમાં 192 મોત થયા. સરેરાશ રોજના 19 મોત. છેલ્લા 10 દિવસમાં મોતના આંકડામાં 239 ટકાનો વધારો નોંધાયો છે જે મુંબઈથી વધુ છે. 24 એપ્રિલ પછી પોઝિટિવ કેસમાં 189%નો વધારો થયો. 24 એપ્રિલે ગુજરાતમાં 2815 કેસ હતા. 4 મેએ 5804 થયા. 2989 કેસ વધ્યા. ડબલિંગ રેટ પણ 10 દિવસમાં 9.5નો થયો છે.     

ગ્રીન ઝોન જામનગરમાં 3 કેસ, ઓરેન્જ ઝોન દાહોદમાં 6 કેસ
સરકાર દ્વારા જાહેર ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં પણ નવા કેસ મળતાં સનસનાટી ફેલાઈ છે. જામનગર ગ્રીન ઝોન જાહેર થઈ ચૂક્યું છે પણ સોમવારે અહીં 3 નવા કેસ મળ્યા. આ પ્રકારે દાહોદ ઓરેન્જ ઝોનમાં છે. અહીં 6 નવા કેસ મળ્યા. રાજકોટ પણ ઓરેન્જ ઝોનમાં છે અને અહીં 3 નવા કેસ મળ્યા છે.


સુરતથી વતન જનારા સૌરાષ્ટ્રવાસીઓને 14 દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું પડશે
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓને તેમના વતન જવાની અનુમતિ આપવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. જ્યારે તેમને વતન જવા દેવાની મંજૂરી આપવામાં આવશે ત્યારે તેમનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. જ્યારે તે પોતાના વતન પહોંચશે ત્યાં તેમનું મેડિકલ પરિક્ષણ કરવામાં આવશે. તેમજ વતનમાં પ્રવેશ મેળવ્યા બાદ 14 દિવસ હોમ ક્વૉરન્ટીન રહેવું પડશે. 14 દિવસના ક્વૉરન્ટીન ફરજીયાત છે અને ત્યારબાદ એક મહિનો પણ ત્યાં જ રહેવું પડશે. તેમને પાછા આવવાની પરવાનગી અપાશે નહીં. 

7 વખત એક દિવસમાં 300થી વધુ દર્દી નોંધાયા
19
એપ્રિલે 367, 29 એપ્રિલે, 308, 30 એપ્રિલે 313, 1 મેના રોજ 326, 2મેના રોજ 333, 3મેના રોજ 374 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ સતત છઠ્ઠા દિવસે 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે એક જ દિવસમાં કુલ 7 વાર 300થી વધુ દર્દી નોંધાયા છે.


કુલ 5,804 દર્દી , 319ના મોત અને 1195 ડિસ્ચાર્જ((સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ))

શહેર

પોઝિટિવ કેસ

મોત

ડિસ્ચાર્જ

અમદાવાદ

4076

234

620

વડોદરા

385

27

147

સુરત 

706

31

206

રાજકોટ

61

01

18

ભાવનગર 

74

05

21

આણંદ

75

06

37

ભરૂચ

27

02

22

ગાંધીનગર

77

03

14

પાટણ

22

01

12

નર્મદા 

12 

00

10

પંચમહાલ  

45

03

05

બનાસકાંઠા

39

01

14

છોટાઉદેપુર

14

00

11

કચ્છ 

07

01

05

મહેસાણા

32

00

07

બોટાદ

33

01

6

પોરબંદર

03

00

03

દાહોદ 

13

00

02

ખેડા

12

00

02

ગીર-સોમનાથ

03     

00

03

જામનગર 

04

01

00

મોરબી 

01 

00

01

સાબરકાંઠા

05

00

03

મહીસાગર

36

00

06

અરવલ્લી

20

01

13

તાપી 

02

00

01

વલસાડ 

06

01 

02

નવસારી 

08

00

03

ડાંગ 

02

00

00

દેવભૂમિ દ્વારકા

03

00

00

સુરેન્દ્રનગર

01

00 

01

કુલ 

5804

319

1195