• Home
  • News
  • પાકિસ્તાન સામેની હાર પછી પ્રથમ સારા સમાચાર:હાર્દિક પંડ્યા ફિટ, ન્યુઝીલેન્ડની સામેની મેચમાં રમશે
post

પાકિસ્તાન સામે રમાયેલી મેચ દરમિયાન હાર્દિકને ખભા પર ઈજા થઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-26 10:39:41

T-20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનની સામે હાર મળી છે. આ હાર પછી ભારતીય ટીમ માટે પ્રથમ સારા સમાચાર છે. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડયા હવે સંપૂર્ણ રીતે ફીટ થઈ ચૂક્યો છે અને તે ન્યુઝીલેન્ડની સામે આગામી મેચમાં સિલેક્શન માટે ઉપલબ્ધ હશે.

24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમાયેલી મેચ દરમિયાન હાર્દિકને ખભા પર ઈજા પહોંચી હતી. તે મેચમાં ફિલ્ડિંગ પણ કરી શક્યો ન હતો. તેના સ્થાને ઈશાન કિશન ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો હતો.

હાર્દિકને હવે પહેલા કરતા સારુ છે
મીડિયા અહેવાલો મુજબ હાર્દિકને હવે પહેલા કરતા સારુ છે. તેમની ઈજાનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમ મેનજમેન્ટ હાર્દિકને લઈને કોઈ બેદરકારી રાખવા માંગતી નથી. ટીમ ઈન્ડિયાએ આગામી મેચ 31 ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ સામે રમવાની છે. વર્લ્ડ કપમાં સ્થાન જાળવી રાખવા માટે ટીમ ઈન્ડિયા માટે આ મેચ જીતવી ખૂબ જરૂરી છે.

પાકિસ્તાન સામેની મેચમાં માત્ર 11 રન જ બનાવ્યા હતા
પંડયા પાસેથી પાકિસ્તાન સામેની મેચમાં ખૂબ જ આશા હતી. કારણે તે પાકિસ્તાન સામે ખૂબ સારી બેટિંગ કરે છે. જોકે આ વખતે તે માત્ર 8 બોલમાં 11 રન જ કરી શક્યા હતા. T-20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડયા ફિનિશરના રોલમાં જોવા મળશે. પાકિસ્તાન સામેની મેચ પહેલા હાર્દિકે કહ્યું હતું કે આ મેચમાં તો તે બોલિંગ કરશે નહિ. જોકે આગામી મેચમાં તે બોલિંગ કરતા જોવા મળી શકે છે.