• Home
  • News
  • પહેલા શ્રદ્ધા, પછી અંજન અને હવે નિક્કી...:દિલ્હીમાં પ્રેમના ત્રણ હત્યારાની કહાની, જે કોઈપણ વ્યક્તિને પ્રેમ પરથી વિશ્વાસ ઊઠવા મજબૂર કરી શકે છે
post

આરોપી પૂનમ અને તેના પુત્ર દીપકને પોલીસની ક્રાઈમ બ્રાન્ચ કોર્ટમાં રજૂ કરાયો, કોર્ટે બંનેને 4 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. પાંડવનગર પોલીસ વધુ પૂછપરછ કરશે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-15 17:30:05

પોલીસ જ્યારે શ્રદ્ધા હત્યાકાંડ કેસની તપાસ કરી રહી છે, એ જ સમયે અંજન દાસ મર્ડર કેસે પણ પોલીસને હચમચાવી નાખી હતી. તેની લાશના ટુકડા પણ ફ્રિજમાં રાખવામાં આવ્યા હતા અને હાલ નિક્કી મર્ડર કેસ. હત્યા, લાશ અને ફ્રિજ સાથે જોડાયેલી ત્રણ ખતરનાક કહાની, જે કોઈપણ વ્યક્તિને ડરાવી શકે છે.

દેશની રાજધાની દિલ્હીમાં શ્રદ્ધા વાલકર હત્યા કેસને લોકો હજુ ભૂલી પણ નથી શક્યા કે બીજી એવી ઘટના સામે આવી છે. એમાં લિવ-ઇન પાર્ટનર સાહિલ ગેહલોતે પોતાની જ ગર્લફ્રેન્ડ નિક્કી યાદવની હત્યા કરી છે અને તેની લાશને ફ્રિજમાં રાખીને લગ્ન કરવા ગયો હતો.

14 ફેબ્રુઆરી 2023, નિક્કી યાદવ હત્યા કેસ
દિલ્હી પોલીસે ઘટસ્ફોટ કરતાં કહ્યું હતું કે બાબા હરિદાસનગર વિસ્તારમાં નિક્કી યાદવ નામની યુવતીની હત્યા કરવામાં આવી અને તેની લાશને ઢાબાના ફ્રિજમાં છુપાવી રાખવામાં આવી. વાસ્તવમાં નિક્કીનો હત્યારો બીજો કોઈ નહીં, તેનો પ્રેમી સાહિલ ગેહલોત નીકળ્યો. પહેલા તેણે મોબાઈલના ચાર્જિંગ કેબલથી પહેલા તેનું ગળું દબાવ્યું અને પછી તેની લાશનો નિકાલ કર્યો. એટલું જ નહીં, ઘટનાને અંજામ આપી થોડા કલાક પછી સાહિલે બીજી યુવતી સાથે લગ્ન પણ કરી લીધા.

10 ફેબ્રુઆરી 2023
પોલીસ અનુસાર, સાહિલ ગેહલોતે 10 ફેબ્રુઆરી 2023એ પોતાની પ્રેમિકા નિક્કી યાદવની હત્યા કરી હતી. નિક્કીને જાણ થઈ ગઈ હતી કે સાહિલ બીજી છોકરી સાથે લગ્ન કરવાનો છે. તેણે સાહિલ સાથે આ વિશે વાત કરી તો મામલો આગળ વધ્યો અને બંને વચ્ચે ઝઘડો થયો. એને કારણે સાહિલે ગુસ્સામાં આવી પહેલા મોબાઈલ કેબલથી નિક્કીનું ગળું દબાવ્યું અને પછી તેની હત્યા કરી.

ગાડીમાં જ હત્યા કરી હતી
સાહિલે પોતાની ગાડીમાં સમગ્ર ઘટનાને અંજામ આપ્યો. ત્યાર પછી ઘણા કલાકો સુધી તે નિક્કીની લાશને પોતાની ગાડીમાં લઈને ફરતો રહ્યો. ત્યાર પછી તે બાબા હરિદાસ પોલીસ સ્ટેશન પાસે એક ઢાબામાં પહોંચ્યો. એ બંધ હતું. તેણે ઢાબાના મોટા ફ્રિજમાં લાશ છુપાવી દીધી અને ત્યાંથી નીકળી ગયો. થોડા સમય પછી સાહિલે પોતાની લગ્નની તૈયારીઓ શરૂ કરી. તેના પરિવારજનોએ પહેલાંથી જ એક છોકરી પસંદ કરી રાખી હતી. ત્યાર પછી રાત્રે લગ્ન પણ કરી લીધા.

આરોપી સાહિલ ગેહલોત ઢાબાનો માલિક હતો
ADCP
વિક્રમ સિંહે જણાવ્યું હતું કે તેમને મંગળવાર સવારે સૂચના મળી હતી કે એક યુવતીની હત્યા કરી તેની લાશને ઢાબામાં છુપાડી દીધી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવી લીધો. તપાસ પછી આરોપી સાહિલ ગેહલોત પકડાઈ ગયો છે. આગળની કાર્યવાહી હજુ ચાલુ છે. જે ઢાબામાં નિક્કીની લાશ રાખવામાં આવી એ સાહિલ ગેહલોતનું જ હતું. આરોપીએ પહેલાંથી વિચારી જ રાખ્યું હતું કે હત્યા કરી લાશ ક્યાં છુપાવવાની છે.

28 નવેમ્બર 2022, અંજન દાસ હત્યા કેસ
શ્રદ્ધા મર્ડર કેસ જેવી ઘટનામાં મહિલાએ પુત્ર સાથે મળીને પોતાના પતિની હત્યા કરી હતી. પતિની લાશના 10 ટુકડા કર્યા, ફ્રિજમાં રાખ્યા અને ઘણા દિવસો સુધી આસપાસના વિસ્તારમાં એ ફેંકી રહી હતી.

આ ઘટનાના બે CCTV ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં પુત્ર બેગમાં મૃતદેહના ટુકડા લઈને જતો નજર પડે છે અને તેની માતા પણ પાછળ જતી જોવા મળે છે. હવે આ ઘટનાના ત્રીજા CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં પુત્ર તેના પિતાના મૃતદેહના ટુકડા ફેંકતો જોવા મળે છે. નવા વીડિયોમાં મહિલા દેખાતી નથી. પોલીસે કેટલાક ફોટા પણ જાહેર કર્યા હતા, જે મૃતકના શરીરનાં અંગોનાં છે. પોલીસે 6 ટુકડા કબજે કર્યા છે, જેમાં માથું પણ છે.

આ મામલે સોમવારે દિલ્હી પોલીસે એક પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે જેની હત્યા કરાઈ છે તેનું નામ અંજન દાસ છે. તે ત્રિલોકપુરીમાં રહેતો હતો. હત્યાની આરોપી મહિલાનું નામ પૂનમ છે અને તે અંજનની બીજી પત્ની છે. પુત્રનું નામ દીપક છે, જે અંજનની બીજી પત્નીનો પુત્ર છે. માતા અને પુત્રની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી પૂનમ અને તેના પુત્ર દીપકને પોલીસની ક્રાઈમ બ્રાન્ચ કોર્ટમાં રજૂ કરાયો, કોર્ટે બંનેને 4 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. પાંડવનગર પોલીસ વધુ પૂછપરછ કરશે.

18 મે 2022, શ્રદ્ધા વાલકર હત્યા કેસ
વર્ષ 2018-19ની વાત છે, જ્યારે બંબલ એપ દ્વારા આફતાબની મુલાકાત શ્રદ્ધા સાથે થઈ. ત્યારે શ્રદ્ધા એક કોલ સેન્ટરમાં કામ કરતી હતી. ધીમે-ધીમે બંનેમાં દોસ્તી થઈ અને પછી પ્રેમ થયો, પરંતુ બંનેના પરિવારજનો સંબંધ માટે તૈયાર નહોતા. ત્યાર પછી નયાગાંવમાં ભાડાનું એક ઘર લીધું અને બંને સાથે રહેવા લાગ્યા, પરંતુ થોડા સમય પછી બંને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. આફતાબ શ્રદ્ધા સાથે મારઝૂડ કરતો હતો.

પોલીસે જણાવ્યું હતું કે શ્રદ્ધા અને આફતાબ 8 મેના રોજ દિલ્હી આવ્યાં હતાં.10 દિવસ પછી એટલે કે 18 મેના રોજ આફતાબે શ્રદ્ધાની હત્યા કરી નાખી. આ પહેલાં તે જંગલ પાસેના ફ્લેટમાં શિફ્ટ થઈ ગયો હતો, જેથી મૃતદેહનો સરળતાથી નિકાલ કરી ઠેકાણે પાડી શકાય.

દિલ્હીને અડીને આવેલા મહેરૌલીમાં સોમવારે હચમચાવી દેતી હત્યાની ઘટના સામે આવી હતી. લગભગ છ મહિના પહેલાં 18 મેના રોજ લિવ-ઇન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલાએ તેની 27 વર્ષની ગર્લફ્રેન્ડ શ્રદ્ધા વિકાસ વોકરનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી તેણે આરીથી શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કરી નાખ્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post