• Home
  • News
  • ઠંડીમાં થથર્યું દિલ્હી, 450 ફ્લાઈટ લેટ
post

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં સતત ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-31 10:40:35

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં સતત ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. પહાડી વિસ્તારથી લઈને મેદાન વિસ્તારમાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. દિલ્હીમાં મંગળવારે ન્યૂનતમ પારો 4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યો છે. જે મહત્તમ 13 ડિગ્રી સુધી જઈ શકે છે. ખરાબ હવામાનની અસર ફલાઈટ અને ટ્રેન પર પડી છે. અત્યાર સુધી 40 ફ્લાઈટ રદ કરવી પડી છે જ્યારે 21 ડાઈવર્ટ કરવામાં આવી છે. જ્યારે 450 ફ્લાઈટ ડિલે છે. દિલ્હીથી 34 ટ્રેન પણ લેટ ચાલી રહી છે.

જમ્મુનું તાપમાન પણ આજે સવારે 4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં દેશના ઘણાં હિસ્સામાં વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે હરિયામાના 16 જિલ્લામાં ઠંડી અને વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. વિઝિબિલિટી 0થી 50 મીટર સુધીની રહેશે. જ્યારે પંજાબના 18 જિલ્લામાં ઠંડીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 2-3 જાન્યુઆરીએ વરસાદની સાથે બરફવર્ષા પણ થઈ શકે છે

ખાનગી એરલાઈન્સ જેવી કે ઈન્ડિગો અને વિસ્તારાએ સોમવારે તેમના યાત્રીઓ માટે એડ્વાઈઝરી જાહેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે તે, દિલ્હીથી ઉડાન ભરનાર ઘણી ફ્લાઈટ ખરાબ વાતાવરણના કારણે અને ઓછી વિઝિબિલિટીના કારણે પ્રભાવિત થઈ છે.