• Home
  • News
  • FIFA વર્લ્ડ કપનાં ફૂટબોલ મહાકુંભમાં પ્રથમ વખત 3 મહિલાઓ રેફરી બનશે
post

જાપાનના રેફરી યોશિમી યામાશિતા, ફ્રાન્સના સ્ટેફની ફ્રેપાર્ટ અને રવાન્ડાના સલીમા મુકાનસાંગા રેફરી તરીકે કામ કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-09 19:23:49

નવી દિલ્હી: ફૂટબોલની સૌથી મોટી ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત મહિલાઓ રેફરીની ભૂમિકામાં જોવા મળશે. જાપાનના રેફરી યોશિમી યામાશિતા કતારમાં મેન્સ ફૂટબોલ વર્લ્ડ કપમાં રેફરી તરીકે પસંદ કરાયેલી ત્રણ મહિલાઓમાંથી એક છે. ફ્રાન્સના સ્ટેફની ફ્રેપાર્ટ અને રવાન્ડાના સલીમા મુકાનસાંગા પણ રેફરી તરીકે કામ કરશે. ત્રણેય કતાર વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલા 36 રેફરીઓના પૂલમાં છે - બાકીના પુરુષો છે. ફિફાએ 69 આસિસ્ટન્ટ રેફરીઓનો પૂલ પણ બનાવ્યો છે, જેમાં ત્રણ મહિલા આસિસ્ટન્ટ રેફરીને પણ નોમિનેટ કરવામાં આવી છે. આ છે બ્રાઝિલની નુજા બેક, મેક્સિકોની કેરેન ડિયાઝ મેડિના અને અમેરિકાની કેથરીન નેસ્બિટ.