• Home
  • News
  • US ઓપનમાં પ્રથમ વખત 3 માતા ક્વાર્ટર ફાઈનલમાં, સેરેના 24મા ગ્રાન્ડ સ્લેમ ટાઈટલથી ત્રણ વિજય દૂર
post

સેરેના વિલિયમ્સ, વિક્ટોરિયા અઝારેન્કા અને પિરોનકોવા અંતિમ-8માં પહોંચ્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-09 11:14:09

અમેરિકાની સેરેના વિલિયમ્સ સહિત ત્રણ માતાઓ યુએસ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પ્રથમ વખત આવું થયું છે. સેરેના ઉપરાંત વિક્ટોરિયા અઝારેન્કા અને ત્સ્વેતાના પિરોનકોવા પણ અંતિમ-8માં પહોંચી છે.

ત્રીજી ક્રમાંકિત સેરેનાએ ગ્રીસની મારિયા સક્કારીને ત્રણ સેટની મેચમાં 6-3, 6-7, 6-3થી હરાવી. આ મેચ 2 કલાક 28 મિનિટ સુધી ચાલી હતી. 6 વખતની ચેમ્પિયન સેરેનાનો આ આર્થર એશ સ્ટેડિયમમાં 100મો વિજય છે. તે આમ કરનારી પ્રથમ ખેલાડી પણ બની ગઈ છે. 38 વર્ષની સેરેના 24મા ગ્રાન્ડ સ્લેમ ટાઈટલથી ત્રણ વિજય દૂર છે. જો તે આમ કરે છે તો, માર્ગેટ કોર્ટના રેકોર્ડની બરાબરી કરશે. બુલ્ગારિયાની પિરોનકોવાએ ફ્રાન્સની એલિઝ કોર્નેટને 6-4, 6-7, 6-3થી હરાવી.

થિએમ અને મેદવેદેવ પણ ક્વાર્ટર ફાઈનલમાં
જોકોવિચના અકલ્પનિય ઘટનાને કારણે બહાર થઈ ગયા પછી ટાઈટલના પ્રબળ દાવેદાર ડોમિનિક થિએમ અને ડેનિલ મેદવેદેવ સીધા સેટમાં વિજય મેળવીને પુરુષ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયા છે. ઓસ્ટ્રિયાના બીજો ક્રમાંકિત થિએમે કેનેડાના 15મા ક્રમાંકિત ફેલિક્સ એગુરને 7-6, 6-2, 6-1થી હરાવ્યો. ત્રીજા ક્રમાંકિત મેદવેદેવે અમેરિકાના ફ્રાન્સિસ ટિફોઈને 6-4, 6-1, 6-0થી હરાવ્યો. આ મેચ એક કલાક 38 મિનિટ ચાલી.

મહિલા સિંગલ્સ : ક્વાર્ટર ફાઈનલ લાઈન-અપ

·         જેનિફર બ્રેડી વિરૂ્દ્ધ યુલિયા પુતિન્તસેવા

·         નાઓમી ઓસાકા વિરૂ્દ્ધ શેલ્બી રોજર્સ

·         સેરેના વિલિયમ્સ વિરૂ્દ્ધ પિરોનકોવા

·         વિક્ટોરિયા અઝારેન્કા વિરૂ્દ્ધ એલિસા મર્ટેન્સ

પુરુષ સિંગલ્સ : ક્વાર્ટર ફાઈનલ લાઈન-અપ

·         બોર્ના કોરિચ વિરૂ્દ્ધ ઝ્વેરેવ

·         પાબ્લો બુસ્તા વિરૂ્દ્ધ શાપોવાલોવ