• Home
  • News
  • ‘બાપુ’ની રાજકીય કારકિર્દી પર ડાઘ લાગતા ભાજપ પડખે આવ્યું, ચુકાદા સામે સુપ્રીમકોર્ટમાં જવા તૈયારી બતાવી
post

શિક્ષણ મંત્રી બન્યા પછી વિવાદોમાં રહ્યા અને આરોપો લાગ્યા હતા, કાયદાશાસ્ત્રી પણ છે ભુપેન્દ્રસિંહ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-13 08:47:23

અમદાવાદ: ગુજરાત ભાજપના સિનિયર મંત્રી અને આગેવાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિધાનસભાની ચૂંટણીમાં થયેલી જીતને હાઇકોર્ટે રદ્દ કરી દીધી છે. ત્યારે માત્ર ભાજપ જ નહીં ભુપેન્દ્રસિંહ ચુડાસમા માટે હાઈકોર્ટનો ધોળકા વિધાનસભા અંગેનો ચુકાદો આઘાતજનક છે.


સુપ્રીમકોર્ટમાં અમારા તરફી ચુકાદો આવશે અને અમને ન્યાય મળશેઃ ભરત પંડ્યા
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયા દ્વારા હાઈકોર્ટનાં ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતાં કહેવામાં આવ્યું કે 2017ની વિધાનસભાની ચુંટણીમાં ધોળકા મતક્ષેત્રમાં ભુપેન્દ્રસિંહજી ચુડાસમાની સામેના હરીફ ઉમેદવારે જે મતગણતરીના સંદર્ભમાં કેટલાક ઇશ્યુ ઉભા કર્યા હતા, તે અંગે આજે જે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે, તે ભાજપ માટે આઘાતજનક છે. ભુપેન્દ્રસિંહજી ચુડાસમા જનસંઘ સમયના ભાજપાના સિનિયર આગેવાન છે અને છેલ્લા પાંચ-છ દાયકાઓથી તેઓ જાહેર જીવનમાં ઉમદા કાર્ય કરે છે, આ ચુકાદાના સમાચાર મળ્યા બાદ ભાજપાના તમામ કાર્યકર્તાઓ એક દુ:ખની લાગણી અનુભવે તે સ્વાભાવિક છે. ભાજપ અને સરકાર સંપૂર્ણ રીતે ભુપેન્દ્રસિંહની સાથે છે. સુપ્રીમકોર્ટમાં અમારા તરફી ચુકાદો આવશે અને અમને ન્યાય મળશે તેવું  ભરત પંડયા દ્વારા કહેવામાં આવ્યું હતું.