• Home
  • News
  • રોજગારી આપવામાં ગુજરાત સતત બીજા વર્ષે દેશમાં પ્રથમ, બેકારીનો 3.4 % દર સૌથી ઓછો
post

પિરિયોડિક લેબર ફોર્સનો સરવે, તેલંગાણામાં સૌથી વધુ 11.5 ટકા બેરોજગારી દર

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-27 10:59:10

અમદાવાદ: ગુજરાત સમગ્ર દેશમાં સૌથી વધુ રોજગારી આપવામાં સતત બીજા વર્ષે પણ અગ્રેસર રહ્યું છે. ગુજરાતમાં આ વર્ષે બેરોજગારીનો દર દેશમાં સૌથી ઓછો 3.4 ટકા રહ્યો છે. આ દર ગત વર્ષે 4.5 ટકા હતો જે પણ દેશમાં સૌથી ઓછો છે. ગુજરાતે  સૌથી ઓછો બેરોજગારી દરનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.

તાજેતરમાં થયેલા પીરિયોડિક લેબર ફોર્સ સરવે ડોક્યુમેન્ટમાં આ વિગતો સામે આવી છે. આ સરવે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશનના નેનલ સ્ટેટેસ્ટિકલ ઓફિસ દ્વારા હાથ ધરવામાં આવે છે. શહેરી વિસ્તારોમાં 15થી 59 વર્ષની વય જૂથમાં ગુજરાત દેશમાં સૌથી ઓછા 3.4 ટકાના બેરોજગારી દર સાથે દેશમાં પ્રથમ ક્રમે હોવાનું આ સરવેમાં જણાવાયું છે.
કર્ણાટકમાં 5.3, મહારાષ્ટ્રમાં 6.6, તામિલનાડુમાં 7.2, આંધ્ર પ્રદેશમાં 7.8, હરિયાણામાં 9, કેરળમાં 11 અને તેલંગાણામાં 11.5 ટકાનો બેરોજગારી દર રહ્યો છે. રાજ્ય સરકારની નીતિઓને કારણે વધુ ઉદ્યોગો ગુજરાતમાં આવવાથી બેરોજગારીનો દર ગત વર્ષ કરતા 1.1 ટકા જેટલો ઘટ્યો છે.

સરવેમાં માત્ર  4.40 લાખ લોકોનો સમાવેશ: કોંગ્રેસ
પિરિયોડિક લેબર ફોર્સ સરવેના આધારે રોજગારીના મોટા દાવા કરતી ગુજરાત સરકારે સર્વેની વાસ્તવિકતાથી ગુજરાતની પ્રજાને વાકેફ કરવી જોઇએ તેમ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ડો. મનીષ દોશીએ કહ્યું હતું. તેમણે રોજગારીમાં ગુલાબી ચિત્ર રજૂ કરનાર ભાજપ સરકારમાં હિંમત હોય તો ગુજરાતમાં સરકારી અને ખાનગી રોજગારી,વાઇબ્રન્ટ ઉત્સવોનો અબજો રૂપિયાના મૂડી રોકાણ સામે લાખો રોજગારીના દાવાની વાસ્વિકતા જાહેર કરવી જોઇએ તેવી માગ કરી છે. તેમણે કહ્યું હતું કે,  પિરિયોડિક લેબર ફોર્સ સર્વે જુલાઇ-2018થી જુલાઇ-2019 સમયગાળાના દેશભરમાં 1,01,579 હકાસ હોલ્ડમાં 4,20,757 નાગરિકોના સર્વેનો સમાવેશ કરવામાં આવ્યો છે.  

 

adv

Related News

post
post
post
post
post
post
post