• Home
  • News
  • મોદી-ટ્રમ્પના રોડ શોને લઇને 8 જગ્યાએ ફોરવ્હીલર પાર્કિંગ અને 5 જગ્યાએ ટુવ્હીલર પાર્કિંગની સુવિધા, ત્રણ રૂટ ફાળવવામાં આવ્યાં
post

મોદી-ટ્રમ્પના કાર્યક્રમને લઇને પાર્કિગ માટેની વ્યવસ્થા કરવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-24 09:56:48

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રોડ શોને લઇને 24મી ફેબ્રુઆરીએ ઘણા રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે. આ કાર્યક્રમ માટે અંદાજે 4 હજાર જેટલી ફોર વ્હીલર આવવાની શક્યતા હોવાથી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે ફોર વ્હીલર માટે 8 જગ્યાએ પાર્કિંગ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે આ ટુ વ્હીલર માટે પણ પાંચ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બંને પાર્કિંગ સ્ટેશન સુધી પહોંચવા માટે ત્રણ રૂટ ફાળવવામાં આવ્યાં છે.મહેસાણા તથા ગાંધીનગરથી આવતા લોકોને સરળતા રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

 

ફોર વ્હીલર પાર્ક કરવા માટેની આઠ જગ્યા
1. 4
ડી મોલની પાછળ અમૂલ પાર્લરની સામેનો ખુલ્લો પ્લોટ
2. ONGC
સર્કલની બાજુમાં
3. 
સીગ્નોર રેસિડેન્સીની સામે મોટેરા ગામ
4. 
કેના બંગ્લોઝની બાજુમાં
5. 
આદર્શનગર બંગ્લોઝની સામે
6. 
સાર્થક બંગ્લોઝની સામે ન્યૂન સીજી રોડ
7. 
હિમાલયા ઝીર્કોનની બાજુમાં
8. 
માતૃશ્રી પાર્ટી પ્લોટની ડાબી તથા જમણી બાજુ

પાર્કિંગ સુધી પહોંચવા માટે ફાળવેલા રૂટ
મહેસાણાથી ઝૂંડાલ સર્કલ થઈ પાર્કિંગ સુધી પહોંચી શકાશે.
સુભાષ બ્રિજ સર્કલથી જનપથ સર્કલથી વિસત સર્કલથી ONGC સર્કલ થઈ પાર્કિંગ સુધી પહોંચી શકાશે.
ગાંધીનગરથી તપોવન સર્કલથી ONGC થઈ પાર્કિંગ સુધી પહોંચી શકાશે.

ટુ વ્હીલર પાર્કિંગ માટેની સુવિધા

 

ટુ વ્હીલર પાર્ક કરવા માટેની પાંચ જગ્યા
1. 
રાજદીપ ચિલ્ડ્રન હોસ્પિટલની સામે અચેર ડેપો-1 અને 2
2. 
લક્ષ્મણભાઈ અંબાલાલ ઠાકોરનો પ્લોટ
3. 
ઇનોવેટિવ હોન્ડા શો રૂમની સામે
4. 
ગુરુ કોલ્ડ સ્ટોરેજ ઇન્ડ્સ હોસ્પિટલની સામે
5. 
ઇન્ડ્સ હોસ્પિટલની સામે આશારામનો પ્લોટ

પાર્કિંગ સુધી પહોંચવા માટે ફાળવેલા રૂટ
મહેસાણાથી ઝૂંડાલ સર્કલથી વિસત સર્કલ થઈ પાર્કિંગ સુધી પહોંચી શકાશે.
સુભાષ બ્રિજ સર્કલથી જનપથ સર્કલ થઈ પાર્કિંગ સુધી પહોંચી શકાશે.
ગાંધીનગરથી તપોવન સર્કલથી વિસત સર્કલ થઈ પાર્કિંગ સુધી પહોંચી શકાશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post