• Home
  • News
  • ચકચારી ઘટના:બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે વાડીમાંથી એક મહિલા સહિત ચાર શ્રમિકોના મોત, મોતનું કારણ હજી અકબંધ
post

એક શખ્સ અર્ઘબેભાન અવસ્થામાં મળી આવતાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-26 09:49:05

બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે વાડીમાંથી એક મહિલા સહિત ચાર શ્રમિકોનાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહો મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની પોલીસને જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં જવામાં આવ્યાં હતાં.

મૃતક શ્રમિકો છોટાઉદેપુર જિલ્લાના કંઠમૂડવા ગામના વતની હતાં અને આજીવિકા માટે લાઠીદડ ગામે આવ્યાં હતાં.

શું છે સમગ્ર મામલો?
પ્રાપ્ત વિગતો પ્રમાણે બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે અમૃતભાઈ પ્રભુભાઈ પટેલની વાડીમાંથી મુળ છોટાઉદેપુર જિલ્લાના કંઠમૂડવા ગામના એક મહિલા સહિત ચાર શ્રમિકોના મૃતદેહો મળી આવ્યાં હતાં. તે ઉપરાંત એક શખ્સ અર્ધબેભાન અવસ્થામાં મળી આવતાં તેને બોટાદની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ચાર મૃતકોના મૃતદેહને પીએમ માટે સોનાવાલા હોસ્પિટલ ખાતે લઈ જવાયાં હતાં. પીએમ કર્યા બાદ મૃતકોની લાશ તેમના સગાંઓને સોંપી દેવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ ઘટના અંગે વાડીના માલિકની પૂછપરછ શરુ કરી છે. આ ચકચારી ઘટનાનું રહસ્ય હવે પીએમ રીપોર્ટ આવ્યાં બાદ જ ખબર પડશે.

adv

Related News

post
post
post
post
post
post
post