• Home
  • News
  • ઈતિહાસમાં આજે:મુંબઈ જેવા હુમલાથી હચમચી ગયું હતું ફ્રાંસ, 20 મિનિટમાં છ જગ્યાએ થયા આતંકવાદી હુમલા
post

1998માં ચીનના વિરોધ પછી પણ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન અને દલાઈ લામાની મુલાકાત યોજાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-13 12:11:10

ફ્રાંસની સાથે સાથે સમગ્ર દુનિયાને હચમચાવી દેનારા હુમલાના કારણે 13 નવેમ્બરને યાદ કરવામાં આવે છે. ફ્રાંસની રાજધાની પેરિસમાં ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ એક પછી એક 6 સ્થળોએ થોડી જ મિનિટોમાં હુમલા કર્યા, જેમાં 130 લોકોનાં જીવ ગયા. 350થી વધુ લોકો ઘાયલ થયા હતા. હુમલા પછી ફ્રાંસમાં ઈમર્જન્સી લાગુ કરાઈ હતી.

આતંકીઓએ બાર, રેસ્ટોરાં, સ્ટેડિયમ, કન્સર્ટ હોલ કંઈ બાકી રહ્યું નહોતું. 7 આતંકીઓએ આત્મઘાતી હુમલા કરાયા હતા. પ્રથમ હુમલો રાતે 9. 20 વાગ્યે એક ફૂટબોલ સ્ટેડિયમની બહાર થયો હતો. જે સમયે આ હુમલો થયો હતો, એ સમયે જર્મની અને ફ્રાંસ વચ્ચે મેચ ચાલી રહી હતી. ત્યાં એ સમયના રાષ્ટ્રપતિ ફ્રાન્કોઈસ ઓલાન્દ પણ હાજર હતા.

સૌથી ખતરનાક હુમલો બેટેકલાં કન્સર્ટ હોલમાં થયો હતો. 1500 સીટોવાળો આ કન્સર્ટ હોલ આખો ભરેલો હતો. ત્યારે ત્રણ આતંકી અંદર ઘૂસ્યા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધા હતા. સૌથી વધુ 89 મોત આ જ હુમલામાં થયા હતા. આ હુમલામાં આતંકીઓએ એવી જ રણનીતિ અપનાવી હતી જેવી રણનીતિ 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈ હુમલામાં અપનાવી હતી. મુંબઈમાં પણ આતંકીઓએ તાજ હોટેલમાં જઈને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધી હતી. પેરિસમાં આવા જ હુમલા ત્રણ જગ્યાએ થયા હતા.

આ હુમલાનું એક કારણ આ જ વર્ષે જાન્યુઆરીમાં ચાર્લી હેબ્દો મેગેઝિનમાં છપાયેલા પેઈગંબર મોહમ્મદના વિવાદિત કાર્ટૂનને પણ માનવામાં આવ્યું હતું. પેરિસમાં થયેલા આ હુમલા માર્ચ 2004માં સ્પેનની રાજધાની મેડ્રિડમાં થયેલા હુમલા પછી સૌથી ભયાનક હતા. 11 માર્ચ, 2004ના રોજ મેડ્રિડની ટ્રેનોમાં થયેલા બોંબ વિસ્ફોટોમાં 191 લોકોનાં મોત થયા હતા અને 1800થી વધુ લોકો ઘાયલ થયા હતા.

કોલંબિયામાં જ્વાળામુખી વિસ્ફોટમાં 25000 લોકો માર્યા ગયા હતા
કહે છે કે જ્વાળામુખી સૂતેલા દાનવ જેવા હોય છે. ક્યારેક ક્યારેક જ જાગે છે અને જ્યારે જાગે છે તો કહેર વરસાવીને જ શાંત થાય છે. કંઈક આવું જ 45 વર્ષ પહેલા કોલંબિયામાં બન્યું હતું. ત્યારે ત્યાંનો બીજો સૌથી એક્ટિવ જ્વાળામુખી નેવાદો દેલ રુઈઝઅચાનક ફાટ્યો હતો. તેણે એટલી તબાહી મચાવી હતી કે 80 સ્ક્વેર કિમીના વિસ્તારમાં માત્ર અને માત્ર રાખ જ નજરે પડી રહી હતી. આ જ્વાળામુખી વિસ્ફોટમાં 25 હજાર લોકો માર્યા ગયા હતા.

ભારત અને દુનિયાના ઈતિહાસમાં 13 નવેમ્બરે બનેલી મુખ્ય ઘટનાઓઃ

·         1969ઃ લંડનની ક્વીન કાર્લેટ હોસ્પિટલમાં એક મહિલાએ 5 બાળકોને જન્મ આપ્યો.

·         1927ઃ દુનિયાની પ્રથમ સૌથી લાંબી અંડરવોટર ટનલની શરૂઆત થઈ. આ ટનલ અમેરિકાના ન્યૂયોર્ક અને ન્યૂજર્સી વચ્ચે હતી. તેની નોર્થ ટ્યુબની લંબાઈ 8558 ફૂટ અને સાઉથ ટ્યુબની લંબાઈ 8371 ફૂટ હતી. તેનું નામ તેને ડિઝાઈન કરનારા એન્જિનિયર ક્લિફોર્ટ હોલેન્ડના નામ પર રાખવામાં આવ્યું હતું.

·         1971ઃ અમેરિકન સ્પેસ એજન્સી નાસાના સ્પેસક્રાફ્ટ મેરિયર-9એ મંગળ ગ્રહના ચક્કર લગાવ્યા. આ પ્રથમ ઘટના હતી જ્યારે પૃથ્વીથી મોકલાયેલા કોઈ સ્પેસક્રાફ્ટે કોઈ બીજા ગ્રહના ચક્કર લગાવ્યા હતા. એક મહિના પછી વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહની સ્પષ્ટ તસવીરો મળી હતી.

·         1998ઃ ચીનના વિરોધ પછી પણ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લીન્ટન અને દલાઈ લામાની મુલાકાત યોજાઈ.

 

adv

Related News

post
post
post
post
post
post
post