• Home
  • News
  • French Open 2021: ફરી તૂટી ગયું સેરેના વિલિયમ્સનું સપનું, ચોથા રાઉન્ડમાં રિબાકિનાએ આપ્યો પરાજય
post

સેરેના વિલિયમ્સે ચોથા રાઉન્ડમાં એલિના રિબાકિના વિરુદ્ધ સતત સેટોમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ હારની સાથે અમેરિકાની દિગ્ગજ ટેનિસ ખેલાડી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-07 11:31:16

પેરિસઃ અમેરિકાની દિગ્ગજ મહિલા ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ (Serena Williams) ફ્રેન્ચ ઓપનમાં અસપેટનો શિકાર બની છે. તેને ગ્રાન્ડસ્લેમના ચોથા રાઉન્ડમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. કઝાકસ્તાનની એલિના રિબાકિનાએ 6-3, 7-5 થી જીત મેળવી સેરેનાને બહારનો રસ્તો દેખાડી દીધો છે. આ સાથે સેરેનાનું કરિયરમાં 24મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતવાનું સપનું ફરી તૂટી ગયું છે. 

રિબાકિનાએ પ્રથમ સેટ 6-3થી જીતી સેરેના પર દબાવ વધારી દીધો હતો. ત્યારબાદ બીજા સેટમાં સેરેનાએ વાપસીનો પ્રયાસ કર્યો પરંતુ રિબાકિનાએ સંયમની સાથે આગળ વધતા 7-5થી જીત કરી હતી. રિબાકિના પ્રથમવાર કોઈ ગ્રાન્ડસ્લેમના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. 

39 વર્ષની સેરેના કરિયરમાં માર્ગરેટ કોર્ટ (Margaret Court) ના ઓલટાઇમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાના રેકોર્ડથી એક ડગલુ પાછળ છે. તે 2016ની  ફાઇનલમાં હાર્યા બાદથી આ ગ્રાન્ડસ્લેમના ચોથા રાઉન્ડથી આગળ પહોંચી શકી નથી. રશિયામાં જન્મેલી 21 વર્ષની રિબાકિના હવે અંતિમ-4માં જગ્યા બનાવવા માટે એનાસ્તાસિયા સામે ટકરાશે.