• Home
  • News
  • કોરોના કહેર:1 જુલાઈથી 11 ઓક્ટો.સુધી ગુજરાતમાં 1,721 દર્દીના મોતમાંથી ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 1111ના મૃત્યુ
post

1 જુલાઈથી 11 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં 666 મોત અને સૌરાષ્ટ્રમાં 324 મૃત્યુ

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-13 12:13:41

ગુજરાતમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે, દરરોજ હજારથી વધુ કેસ અને 10ની આસપાસ મૃત્યુ રાજ્યના આરોગ્ય વિભાગના ચોપડો નોંધાઈ રહ્યા છે. 22 માર્ચે રાજ્યમાં પ્રથમ કોરોના દર્દીનું મોત થયા બાદ આજે 11 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાં 3569 દર્દીનો ભોગ કોરોનાએ લીધો છે. ઝોન પ્રમાણે જોઇએ તો કુલ મોતમાંથી સૌથી વધુ 2108 દર્દીના મૃત્યુ મધ્ય ગુજરાતમાં અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં 838 દર્દીના મૃત્યુ થયા છે. 19 માર્ચથી 30 જૂનની સરખામણીએ 1 જુલાઈથી 11 ઓક્ટોબર સુધીમાં મધ્ય ગુજરાતમાં કોરોનાથી મોતમાં અઢી ગણો ઘટાડો જ્યારે સૌરાષ્ટ્રમાં 6 ગણો, દક્ષિણ ગુજરાતમાં 4 ગણો અને ઉત્તર ગુજરાતમાં દોઢ ગણો વધારો થયો છે.

19 માર્ચથી 30 જૂનમાં સૌથી વધુ મોત મધ્ય ગુજરાતમાં
19 માર્ચથી 30 જૂન સુધીમાં ગુજરાતમાં 1848 દર્દીના મૃત્યુ થયા હતા. જેમાંથી મધ્ય ગુજરાતના 1528 દર્દી હતા. જ્યારે દક્ષિણ ગુજરાતના 172, ઉત્તર ગુજરાતના 94, સૌરાષ્ટ્રના 48 અને કચ્છના 5 તથા અન્ય રાજ્યના એક દર્દીનું મૃત્યુ થયું હતું. આમ આ સમયગાળાના 104 દિવસમાં મધ્ય ગુજરાત એકલામાં 1528 જ્યારે ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મળીને 314 દર્દીના મૃત્યુ થયા થયા હતા. જે મધ્ય ગુજરાત કરતા લગભગ અડધાથી પણ ઓછા છે.

1 જુલાઈથી 11 ઓક્ટોબર ઉત્તર-દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં મોત વધ્યા
1
જુલાઈથી 11 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં 1721 દર્દીના મૃત્યુ થયાં છે. આ સમયગાળામાં મધ્ય ગુજરાતમાં મૃત્યુમાં અઢી ગણો જેટલો ઘટાડો નોંધાયો હતો. મધ્ય ગુજરાતમાં મૃત્યુનો આંક ઘટીને 580 થયો છે. સૌરાષ્ટ્રમાં 6 ગણા વધારા સાથે 324, દક્ષિણમાં 4 ગણા વધારા સાથે 666 અને ઉત્તર ગુજરાતમાં દોઢ ગણા વધારા સાથે 121 મૃત્યુ નોંધાયા છે. કચ્છમાં આ સમયગાળામાં 28 અને અન્ય રાજ્યના 2 દર્દીના મૃત્યુ થયા છે. આમ આ સમયગાળાના 103 દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે ભારે રહ્યાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post