• Home
  • News
  • આકાશમાંથી ધરતી પર, આ ક્રિકેટરને ગયા વર્ષે મળ્યા હતા 9.25 કરોડ અને આ વર્ષે મળ્યા માત્ર 90 લાખ
post

ગૌતમને ગઈ સિઝનમાં એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા વગર 9.25 કરોડ રુપિયા મળ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-14 12:15:15

નવી દિલ્હી: આઈપીએલ પહેલા ખેલાડીઓની ચાલી રહેલી હરાજીમાં ઘણા ખેલાડીઓને આંખો ફાટી જાય તેટલી રકમ મળી છે. બીજી તરફ કેટલાક ખેલાડીઓ એવા છે જે સીધા આકાશમાંથી જમીન પર પટાકાયા છે.જેમાં કર્ણાટક ઓલરાઉન્ડર કે ગૌતમનો સમાવેશ થાય છે. કે ગૌતમને લખનૌ દ્વારા 90 લાખની કિંમતે ખરીદવામાં આવ્યો છે.આ ઓલરાઉન્ડરને ગત સિઝનમાં ચેન્નાઈએ 9.25 કરોડ રુપિયાની બોલી લગાવીને ખરીદયો હતો.આમ એક જ વર્ષમાં ગૌતમ 9.25 કરોડ રુપિયાથી 90 લાખ રુપિયા પર આવી ગયો છે.

ગૌતમને ગઈ સિઝનમાં એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા વગર 9.25 કરોડ રુપિયા મળ્યા હતા.જોકે તેને એક પણ મેચ રમવા મળી નહોતી.તે વખતે તેની બેઝ પ્રાઈસ 20 લાખ રુપિયા હતી અને આ વર્ષે તેની બેઝ પ્રાઈઝ 50 લાખ રુપિયા હતી. 33 વર્ષીય ગૌતમે 67 ટી 20 મેચોમાં 48 વિકેટ લીધી છે.જ્યારે બેટિંગમાં તેણે બે અડધી સદીની મદદથી 610 રન બનાવ્યા છે.