• Home
  • News
  • આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, પ્રત્યેક ખેડૂત પાસેથી 2500 કિલો ખરીદાશે
post

રાજ્યના પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ અગાઉ જણાવ્યા મુજબ સરકાર દ્વારા મગફળીનો ટેકાનો ભાવ 1080 રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-01 12:34:18

આજે લાભ પાંચમના શુભ મહૂર્તે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાશે. રાજ્યના પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ અગાઉ જણાવ્યા મુજબ સરકાર દ્વારા મગફળીનો ટેકાનો ભાવ 1080 રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે. સરકાર આજથી પ્રત્યેક ખેડૂત પાસેથી 2500 કિલો મગફળી ખરીદશે. સરકાર પ્રારંભિક તબક્કે 25 ખેડૂતોને પ્રત્યેક સેન્ટર પર બોલાવશે અને તેમની મગફળી ખરીદશે.

આજથી સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડમાં વેકેશન સમાપ્ત થયું છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચવા માટે તેમજ ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની ભીડથી ચક્કાજામ સ્થિતિ થઈ છે. સરકાર દ્વારા રાજકોટ જિલ્લામાં 11 સેન્ટર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની શરૂઆત કરી છે. રાજકોટ જિલ્લામાં 82,000 ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ ઉપરાંત ખેડૂતો ઓપન માર્કેટમાં પણ વેચવા માટે માલ લઈને યાર્ડમાં આવી પહોંચ્યા છે.

અરવલ્લી જિલ્લામાં વરસાદના કારણે 50 ટકા જેટલો ઘટાડો છે. ખેડૂતોએ ન્યૂઝ 18 સાથેની વાતચીત જણાવ્યું હતું કે ખેડૂતો ઉત્પાદનના અપેક્ષિત વળતરની આશાએ યાર્ડમાં આવી પહોંચ્યા છે. યાર્ડ ખુલતાં પહેલાં જ ગઈકાલે રાતથી ખેડૂતો મોટી આશાએ પોતાની ઉપજ વેચવા આવ્યા છે.

સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે સવારે માત્ર ત્રણ ખેડૂતો જ આવ્યા હતા. કમોસમી વરસાદને લઈને ખેડૂતો અને તંત્ર મૂજંવણમાં મૂકાયું છે. સાવરકુંડલમાં 3,168 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.