• Home
  • News
  • કોટ વિસ્તારમાં કર્ફ્યૂ, માત્ર મહિલાઓ બપોરે 1થી 4 દરમિયાન બહાર નીકળી શકશે, અતિઆવશ્યક સેવા માટે પાસ જરૂરી
post

APMC, શાકભાજી માર્કેટ, બેન્ક વગેરે જેવી જગ્યાએ પેટ્રોલિંગ વધારવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-15 09:42:33

અમદાવાદ: કોરોનાના કહેરને કારણે શહેરના કોટ વિસ્તારમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા શાહપુર, કારંજ, દરિયાપુર, ગાયકવાડ હવેલી, ખાડિયા, કાલુપુર અને દાણીલીમડા જેવા વિસ્તારોમાં આવતીકાલ સવારે 6 વાગ્યાથી જ કર્ફ્યૂ લગાવવામાં આવશે. સ્થાનિક પોલીસ સાથે આ તમામ વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પોલીસ, હોમગાર્ડ, એસઆરપી, પેરામિલિટ્રી ફોર્સ, બીએસએફ, આરએએફ સહિતના સ્ટાફને તૈનાત કરવામાં આવશે. કર્ફ્યૂના સમય દરમિયાન બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી માત્ર મહિલાઓ જ દૂધ, અનાજ, કરિયાણું વગેરે જેવી વસ્તુઓ લેવા જઈ શકશે. જ્યારે ઇમરજન્સી માટે પાસ લેવા ફરજિયાત રહેશે. આ પાસ લેવા માટે આ વેબસાઇટ પર https://www.digitalgujarat.gov.in/  ઓનલાઇન અરજી કરવી પડશે. 


કોટ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવશે

ત્યારે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ માહિતી આપતા જણાવ્યું છે કે, ‘લોકડાઉનની કામગીરીને પોલીસની ફરજ નહીં માનવધર્મ સમજવો જોઇએ. જેમાં લોકોના સહકારની જરૂર છે.તેમણે જણાવ્યું હતું કે, ‘હોટસ્પોટ વિસ્તારમાં હજુ વધારે સઘન પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવશે. લોકડાઉનને સાથે મળી મજબૂત બનાવીશું તો જ હોટસ્પોટમાં વાઇરસ રોકી શકીશું. આ સિવાય એપીએમસી અને શાકભાજી માર્કેટ, બેન્ક વગેરે જેવી જગ્યાએ પણ પેટ્રોલિંગ વધારવામાં આવશે. આ તમામ પગલાં લોકોના હિત માટે લેવામાં આવી રહ્યાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post