• Home
  • News
  • મણિનગર, બાપુનગર, નરોડા, નિકોલ સહિત 7 વિસ્તારમાં રોજ ફ્રૂટ વેચવા જતાં યુવકને કોરોના
post

સેંકડો લોકોના સંપર્કમાં આવ્યો હોવાથી ફ્રૂટ ખરીદનારાને શોધવા દોડધામ

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-14 11:40:36

અમદાવાદ: અમદાવાદમાં સોમવારે નવા 38 કેસ આવ્યા છે તેમાં સૌથી ચિંતાજનક કેસ શાહપુરની ચાલીમાં રહેતા 38 વર્ષીય યુવકનો છે. શાકભાજી અને ફ્રૂટ વેચવા નીકળતો આ યુવક લૉકડાઉન થયું ત્યારથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોજે ફેરી કરે છે. પેડલ રિક્ષામાં તેણે અત્યાર સુધી શહેરના 7 વિસ્તારમાં ફ્રૂટનું વેચાણ કર્યું છે.  હોટસ્પોટ કાલુપુરમાં પણ તે રેગ્યુલર જતો હતો. 11 એપ્રિલે તાવ અને માથાના દુઃખાવાની તકલીફ સાથે એસવીપીમાં દાખલ કરાયો હતો અને સોમવારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 


ફેરિયાના મોબાઈલ નંબરના આધારે લોકેશન ચેક કરીને હિસ્ટ્રી મેળવવા પ્રયાસ
મ્યુનિ.હેલ્થ વિભાગની ટીમે તેની હિસ્ટ્રી જોઈ ત્યારે તેઓ પણ ચિંતામાં મૂકાયા. કેમ કે, અત્યારસુધી તે બાપુનગર, નિકોલ, કાલુપુર, સરસપુર, મણિનગર અને નરોડામાં પેડલ રિક્ષા લઈને ફરતો હતો. તેને કયાંથી ચેપ લાગ્યો તે જાણી શકાયું નથી પરંતુ શાકભાજી અને ફ્રૂટ વેચાણ માટે જતા તે સંખ્યાબંધ લોકોના સંપર્કમાં આવ્યો હોવાની શંકા છે. તેની પાસેથી કોણે કોણે શાકભાજી અને ફ્રૂટ લીધું તેની માહિતી મેળવવા હેલ્થ વિભાગની ટીમો કામે લાગી છે. પરંતુ યુવકને માત્ર આ વિસ્તારો યાદ છે પણ તે કઈ કઈ સોસાયટી કે ફ્લેટમાં લારી લઈને ગયો હતો તે યાદ નથી. અમદાવાદમાં ફેરી કરનારાને ચેપનો આ પહેલો કિસ્સો છે. તેના મોબાઈલ નંબરના આધારે લોકેશન ચેક કરીને પણ હિસ્ટ્રી મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું મ્યુનિ.સૂત્રોનું કહેવું છે. રોજબરોજ તે હોલસેલમાં શાકભાજી અને ફ્રૂટ લઈને પોતાની પેડલ રિક્ષા લઈને અલગ અલગ વિસ્તારોમાં તે જતો હોવાનું જાણવા મળ્યું છે.


ફૂડપેકેટ લેવા રોજ કાલુપુર જતો હતો
છૂટક ફેરી કરતો યુવક અને તેની પત્ની  દરરોજ કાલુપુરના હનુમાન મંદિર ખાતે ફૂડપેકેટ લેવા જતા હતા. અહીં અલગ અલગ સંસ્થાના લોકો ફૂડ પેકેટના વિતરણ માટે આવતા હતા. તેને તાવ આવતા તેના ભાઈને બોલાવ્યો હતો. તેના ભાઈને પણ કવોરન્ટાઈન કરી દેવામાં આવ્યો છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post