• Home
  • News
  • મોદી સરનેમ કેસની વધુ સુનાવણી મંગળવારે:મોદી સરનેમ અનેક કોમ્યુનિટીમાં, ફરિયાદીને કેમ લાગ્યું કે રાહુલે તેમની જ વાત કરી?- અભિષેક મનુ સિંઘવી
post

રાજકીય કિન્નાખોરી રાખી ફરિયાદ કરાઈ; સજા પર સ્ટે ન મળે તો અરજદારની રાજકીય કારકિર્દી ખતમ થઈ શકે છે- સિંઘવી

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-29 19:18:20

અમદાવાદ: રાહુલ ગાંધીની રિવિઝન પિટિશનમાં અભિષેક મનુ સિંઘવીએ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી. નીચલી કોર્ટના ચુકાદા પર સ્ટે આપવા રજૂઆત કરી હતી અને દલીલ કરી હતી કે દેશમાં 13 કરોડ મોદી છે, કેમ કોઈએ ફરિયાદ કરી નહિ. આ કોઈ ગંભીર ગુનો નથી, પણ એને ગંભીર રીતે રજૂ કરવામાં આવ્યો છે, રાજકીય કિન્નાખોરી રાખી ફરિયાદ કરવામાં આવી છે. આ કોઈ ગંભીર ગુનો નથી કે માફી ન આપી શકાય. અમે કન્વિક્શન પર સ્ટેની માગ કરી રહ્યા છીએ. નોન-આઇડેન્ટિફાય કેસમાં આવી ફરિયાદ દાખલ ન થઈ શકે. ફરિયાદી ઘટના સમયે ત્યાં હાજર નહોતો.

રાહુલ ગાંધીની સજા પર સ્ટે આપવાની માગ સાથે શરૂ થયેલી સુનાવણીના પોણા ત્રણ કલાક થયા હતા. ત્યાર બાદ હવે અઢી વાગ્યે ફરી વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. ત્યાર બાદ રાહુલ ગાંધી મુદ્દે મંગળવારે સેકન્ડ સિટિંગમાં સુનાવણી હાથ ધરાશે.

સિંઘવીએ મુદ્દાવાર રજૂઆત કરી
જસ્ટિસ હેમંત પ્રચ્છક સમક્ષ અભિષેક મનુ સિંઘવીએ વિવિધ મુદ્દાઓ કર્યા રજૂ હતા, જેમાં વ્હોટ્સએપ કટિંગના આધારે ગુનો ન બને. પેઈન ડ્રાઈવ રજૂ કરાઈ હતી એનો ફરિયાદમાં ઉલ્લેખ નથી. રેકોર્ડિંગને સમર્થન માટે 65-B સર્ટિફિકેટ પણ નથી. CD રજૂ કરાઈ તેની પણ રોચક કહાની છે, 2019થી 2021 સુધી સીડીનો કોઈ ઉલ્લેખ નહોતો, 2021માં અચાનક સીડી રજૂ કરાઈ. યાજી નામની વ્યક્તિ કે જેમણે પોતાને પૂર્ણેશ મોદીની નજીકના અને ભાજપના કાર્યકર્તા ગણાવ્યા હતા. યાજીનું નામ ફરિયાદમાં પણ નથી અને 2 વર્ષ પછી પ્રકટ થયા. ફરિયાદ બાદ કોઈ પુરાવા અંગે કોઈ જ તપાસ ન થઈ.

અન્ય MP, MLA કેસોની પણ ઉલ્લેખ કરાયો
નવજોત સિંહ સિદ્ધુના કેસનું ઉદાહરણ પણ અહીં ટાંકવામાં આવ્યું હતું. 302ના નવજોત સિદ્ધુના કેસમાં તેમની સજાને પણ માફ કરવામાં આવી હોવાની રાહુલ ગાંધીના વકીલની રજૂઆત હતી. નિવેદન એ સોસાયટી એટ લાર્જ નથી. 399 હેઠળના ઘણા કેસોમાં સજા પર સ્ટે આપ્યા છે, અન્ય MP, MLA કેસોના ડિસ્કવોલિફિકેશન વિશે સિંઘવીએ દલીલ કરી હતી. લક્ષદ્વીપના સાંસદ નાઝિર મોહમ્મદના કેસનું પણ ઉદાહરણ આપવામાં આવ્યું હતું.

રાહુલ ગાંધીના મતવિસ્તાર સાથે અન્યાય
332
એવા ગંભીર કેસ છે, જેમાં જનતાના આ સેવક પર થયેલા છે, જેમાં સ્ટે આપવામાં આવ્યો છે. 23 માર્ચ 2023ના રોજ સજા સંભાળવવામાં આવી અને 24 માર્ચે સાંસદપદ રદ કરી દેવામાં આવ્યું હતું. આ કેસ કોઈ ગંભીર કેસ નથી. અન્ય કેસોમાં સજા આપ્યા બાદ પણ ડિસ્કવોલિફાઈ નથી થતું. રાહુલ ગાંધી ડિસ્ક્વોલિફાઈ થતાં તેમના મતવિસ્તારના પ્રશ્નો તેઓ સાંસદમાં ઉપાડી શકતા એ તેમના મતવિસ્તાર સાથે અન્યાય છે.

1-2 વર્ષની સજા ન હોઈ શકે- બચાવ પક્ષની દલીલ
સિંઘવીએ દલીલ કરી હતી કે આવા કેસોમાં કન્વિક્શન પર 3થી 6 મહિનાની સજા હોઈ શકે, પરંતુ 1-2 વર્ષની સજા ન હોઇ શકે. પ્રથમવારના ગુનામાં 2 વર્ષની સજા ન હોઈ શકે. સજા પર સ્ટે ન મળે તો અરજદારની રાજકીય કારકિર્દી ખતમ થઈ શકે છે.

કરિયરનાં 8 વર્ષ બગડી શકે એમ છે- સિંઘવી
સિંઘવીએ દલીલ કરી હતી કે મારો કેસ નૈતિક ક્ષતિ કે ગંભીર શ્રેણીમાં આવે એવું કોઈ સૂચવી શકે નહીં. વાસ્તવમાં મારો કેસ જામીનપાત્ર છે અને એ મોટા ભાગે સમાજ વિરુદ્ધ નથી. ટ્રાયલ કોર્ટ દ્વારા નિર્ભર તમામ કેસો સમાજ સામેના ગુના છે છતાં અદાલતોએ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 389 હેઠળ સત્તાનો ઉપયોગ કર્યો છે. ભારતીય દંડસહિતાની કલમ 499 મુજબ કોઈ વ્યક્તિ પર વ્યક્તિ ફરિયાદ ન કરી શકે. જેને દુઃખ લાગ્યું હોય જેની લાગણી દુભાઈ હોય તે જ ફરિયાદ કરી શકે. મને રાહત ન આપવામાં આવે તો કરિયરનાં 8 વર્ષ બગડી શકે તેમ છે. પ્રથમવારના કથિત આરોપી સામે કોર્ટે સખત વ્યવહાર કરીને વધુમાં વધુ સજા આપી છે.

નીરવ, લલિત સહિત મોદી વાત કરી
અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે નીરવ મોદી, લલિત મોદી કે વિજય માલ્યા એ કોઈ મોઢ વણિક જ્ઞાતિમાંથી આવતા નથી? તો ફરિયાદીની લાગણી કેવી રીતે દુભાઈ? મોદી સરનેમ અનેક જ્ઞાતિઓમાં આવે છે. મોદી સરનેમ અનેક જાતિ અને કોમ્યુનિટીમાં આવે છે. ફરિયાદીએ કેવી રીતે નક્કી કર્યું કે રાહુલ ગાંધીએ તેમના વિશે જ વાત કરી. અભિષેક મનુ સિંઘવીએ સુરત મેજિસ્ટ્રેટ સમક્ષ પૂર્ણેશ મોદીએ આપેલા નિવેદન વાંચી સવાલ ઉઠાવ્યા હતા. મોદી સરનેમ અનેક કોમ્યુનિટીમાં આવે, ફરિયાદીએ કેવી રીતે નક્કી કર્યું કે રાહુલ ગાંધીએ તેમના વિશે જ વાત કરી છે.

વ્હોટ્સએપ સમન્સ સામે સવાલ ઉઠાવ્યો
રાહુલ ગાંધીના વકીલ સિંઘવીએ રાહુલ ગાંધીને પ્રથમવાર મોકલાયેલા સમન્સને લઈ ઉઠાવ્યા સવાલ હતો. માત્ર વ્હોટ્સએપ ક્લિપના આધારે તમે સમન્સ કેવી રીતે પાઠવી શકો? વ્હોટ્સએપમાં તો હજારો પ્રકારના મેસેજો આવતા હોય છે. મેજિસ્ટ્રેટ સમક્ષ કોઈ ન્યૂઝપેપર કે પેન ડ્રાઈવ પણ રજૂ નહોતી કરાઈ છતાં પણ સમન્સ મોકલાયું. રાહુલ ગાંધીની સજા પર સ્ટે આપવાની માગ સાથે શરૂ થયેલી સુનાવણીના 2 કલાકથી વધુ સમય ચાલી છે.

કોલારમાં રાહુલ ગાંધીનું વિવાદાસ્પદ નિવેદન
કર્ણાટકના કોલાર ખાતે લોકસભાના ચૂંટણીપ્રચાર દરમિયાન કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'ચોર'નું ઉપનામ આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે 'બધા ચોરોના ઉપનામ 'મોદી' કેમ હોય છે ?' આ વિવાદાસ્પદ ટિપ્પણી બાદ સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. એની સામે ગુજરાત હાઇકોર્ટમાં રાહુલ ગાંધી તરફથી સ્ટે માગતી રિવિઝન અરજીની સુનાવણી આજે જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં થશે, જેમાં સિનિયર કાઉન્સિલ તરીકે સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવી રાહુલ ગાંધીનો પક્ષ રજૂ કરશે. હાલ નેતા વિપક્ષ અમિત ચાવડા, કોંગ્રેસ-પ્રમુખ જગદીશ ઠાકોર હાઈકોર્ટ પહોંચ્યા હતા.

'નોટ બિફોર મી' કરતાં આજે સુનાવણી
રાહુલ ગાંધી દ્વારા પોતાની વિરુદ્ધના 2 વર્ષની સજાના સુરત સેશન્સ કોર્ટના ચુકાદાને ગત બુધવારે ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાંપાનેરી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અર્જન્ટ સર્ક્યુલેશન માટે માગ કરવામાં આવી હતી, જેમાં તાત્કાલિક સુનાવણીની માગ ગ્રાહ્ય રાખવામાં આવી હતી, પરંતુ જસ્ટિસ ગીતા ગોપીએ 'નોટ બિફોર મી' એટલે કે પોતે આ અરજી સાંભળવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે આજે હાઇકોર્ટમાં આ અરજી પર સુનાવણી હાથ ધરાશે.

ચાંપાનેરીની દલીલ:'આ પ્રાઇવેટ ફરિયાદ છે'
ગત 26 એપ્રિલના રોજ સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાંપાનેરીએ જણાવ્યું હતું કે અર્જન્ટ હિયરિંગની માગ સાથે જસ્ટિસ ગીતા ગોપીની કોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી. આસિસ્ટન્ટ ગવર્નમેન્ટ પ્લીડરે વિરોધ કરતાં કહ્યું હતું કે આ અરજી સર્ક્યુલેશનમાં આવી શકે છે, પણ હિયરિંગમાં ન આવી શકે. જોકે, ચાંપાનેરીએ દલીલ કરી હતી કે આ પ્રાઇવેટ ફરિયાદ છે અને રાજ્ય સાથે કોઈ લેવાદેવા નથી. એક નાની સુનાવણી પછી ગીતા ગોપીએ અરજી ન સ્વીકારતાં કહ્યું હતું કે નોટ બિફોર મી’. આથી રજિસ્ટ્રારને આ કેસને ચીફ જસ્ટિસ પાસે મોકલીને કહ્યું, બીજી બેંચને એસેસમેન્ટ માટે મોકલી દો.

 

adv

Related News

post
post
post
post
post
post
post