• Home
  • News
  • FY B.Com પ્રવેશ વિવાદ, વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ ધરણા પર, ફેકલ્ટી ડીને પોલીસ બોલાવવાની ધમકી આપી
post

એનએસયુઆઈના કહેવા અનુસાર ફેકલ્ટીના ઈતિહાસમાં આ પહેલા એવા ડીન છે જેમણે વિદ્યાર્થી વિરોધી વલણ અપનાવીને પોતાની જીદ પકડી રાખી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-08 18:13:58

વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફવાયમાં પ્રવેશ માટે ચાલી રહેલા વિવાદમાં આજે વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓની પણ એન્ટ્રી પડી હતી.એફવાયબીકોમમાં પ્રવેશ ફોર્મ ભર્યા બાદ પ્રવેશ માટે લાયક હોય તેવા 600 જેટલા વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં કરાવી શક્યા હોવાથી પ્રવેશથી વંચિત રહી ગયા છે.એનએસયુઆઈ આવા વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એક તક આપવા અગાઉ પણ ત્રણ થી ચાર વખત રજૂઆત કરી ચુકયુ છે.એનએસયુઆઈના નેતાઓેએ આક્ષેપ કરતા કહ્યુ હતુ કે, અગાઉ ફેકલ્ટી ડીને ખાતરી આપી હતી કે, રિપિટર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે ત્યારે આ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે.જોકે હવે ફેકલ્ટી ડીન પ્રો.ઉપાધ્યાય પોતાની બોલેલી વાત પરથી ફરી ગયા છે.તેમણે કહ્યુ છે કે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં કરાવી શકેલા  વિદ્યાર્થીઓને કોઈ પણ સંજોગોમાં પ્રવેશ નહીં મળે.

એનએસયુઆઈના કહેવા અનુસાર ફેકલ્ટીના ઈતિહાસમાં આ પહેલા એવા ડીન છે જેમણે વિદ્યાર્થી વિરોધી વલણ અપનાવીને પોતાની જીદ પકડી રાખી છે.જેના કારણે આજે અમારે વાલીઓ સાથે ફેકલ્ટી ડીનની ઓફિસમાં ધરણા કરવાની ફરજ પડી હતી.તેમાં પણ ડીને અમને પોલીસ બોલાવવાની ધમકી આપી હતી.જો યુનિવર્સિટી અમારી માંગણી નહીં સ્વીકારે તો અમે વધારે ઉગ્ર આંદોલન કરીશું.

 

adv

Related News

post
post
post
post
post
post
post