• Home
  • News
  • જમ્મુ-કાશ્મીરમાં G-20ની બેઠકથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું, વિદેશમંત્રીએ આપ્યુ વિવાદિત નિવેદન
post

બેઠક યોજીને કાશ્મીરના લોકોનો અવાજ દબાવવામાં સફળ નહીં થાય: બિલાવલ ભુટ્ટો

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-22 17:09:19

જમ્મુ-કાશ્મીરમાં G-20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠકથી પાકિસ્તાન નારાજ છે. આ મામલે તેને ચીન, સાઉદી અરેબિયા અને તુર્કી જેવા દેશોનું સમર્થન મળ્યું છે જે તેમાં ભાગ નથી લઈ રહ્યા. આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ G-20ના બહાને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. બિલાવલે કહ્યું કે, ભારત વતી જમ્મુ-કાશ્મીરમાં G-20 બેઠકનું આયોજન સંયુક્ત રાષ્ટ્રમાં કરવામાં આવેલા વચનનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે, યુએનના ઠરાવોને નકારીને ભારત વિશ્વમાં મહત્વની ભૂમિકા ભજવી શકે નહીં. આ ઉપરાંત પણ તેમણે ગઈકાલે કહ્યું કે, ભારત કાશ્મીરમાં G20 બેઠક યોજીને કાશ્મીરના લોકોનો અવાજ દબાવવામાં સફળ નહીં થાય.

UNના ઠરાવોનું ઉલ્લંઘન કરી વિશ્વમાં મહત્વની ભૂમિકા ભજવવી શક્ય નથી

એક અહેવાલ અનુસાર, પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં તેમની ત્રણ દિવસીય મુલાકાતે ઉતર્યા બાદ મીડિયા સાથે વાત કરતા વિદેશ મંત્રી બિલાવલે કહ્યું,  'ભારત માટે સંયુક્ત રાષ્ટ્રના ઠરાવોનું ઉલ્લંઘન કરીને વિશ્વમાં મહત્વની ભૂમિકા ભજવવી શક્ય નથી.'

જમ્મુ-કાશ્મીરને લઈને પાકિસ્તાનની નિરાશા સ્પષ્ટપણે દેખાઈ 

બિલાવલ ભુટ્ટોના નિવેદનથી જમ્મુ-કાશ્મીરને લઈને પાકિસ્તાનની નિરાશા સ્પષ્ટપણે દેખાઈ આવે છે. અગાઉ, ગોવામાં એસસીઓની બેઠક દરમિયાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કાશ્મીરનો રોષ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે જ્યારથી ભારતે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો ખેંચ્યો છે ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા છે.

ભારતે બિલાવલ ભુટ્ટો ઝરદારીની ટીપ્પણીને નકારી કાઢી હતી 

જો કે, ભારતે બિલાવલ ભુટ્ટો ઝરદારીની ટીપ્પણીને નકારી કાઢી હતી. આ પહેલા પણ તુર્કેઈએ જમ્મુ-કાશ્મીર મુદ્દે ઘણી વખત પાકિસ્તાન સાથે હાથ મિલાવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રમાં અનેક વખત ચેતવણી આપ્યા બાદ પણ તેમણે જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post