• Home
  • News
  • આવતીકાલે મંગળવારે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ થશે જાહેર
post

બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-08 12:08:53

ગાંધીનગર : ધોરણ 10ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનાં જણાવ્યા પ્રમાણે, ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમના માર્ચ-2020ના ઉમેદવારોનું પરિણામ તા. 09/06/2020 ને મંગળવારના રોજ એટલે આવતી કાલે આવશે. મંગળવારે સવારે 08-00 કલાકે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે.

વધુમાં જણાવવાનું કે ધોરણ -10 અને સંસ્કૃત પ્રથમા માર્ચ-2020 ના ઉમેદવારોના ગુણપત્રક વિતરણ ની તારીખ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણ ચકાસણી અને દફતર ચકાસણી વગેરે સુચનાઓ પત્ર અલગથી પ્રસિદ્ધ કરી સંબંધિત ને જાણ કરવામાં આવશે.

નોંધનીય છે કે, આ વર્ષે ધોરણ 10માં કુલ 10.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. તેમની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાના બીજા દિવસથી દેશભરમાં કોરોના વાયરસને કારણે લૉકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post