• Home
  • News
  • ગાંગુલી અને જય શાહ પદ પર જ રહેશે:સુપ્રીમ કોર્ટે BCCIમાં બંધારણીય સુધારાને મંજૂરી આપી, હવે બંને 6 વર્ષ સુધી પદાધિકારી રહી શકશે
post

આ મામલે BCCIનું કહેવું છે કે કુલિંગ ઑફ પિરિયડ કોઈપણ સદસ્યના એક સ્થાન પર જ 6 વર્ષ રહ્યાં પછી આવવું જોઈએ

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-14 18:07:14

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ પોતાના પદ ઉપર રહી શક્શે કે નહિ, તેના ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે. જોકે સુપ્રીમ કોર્ટે કુલિંગ ઑફ પિરિયડને લઈને મંગળવારે રાહત આપી છે. આ રાહત મળવાથી BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ વધુ 6 વર્ષ માટે પોતાના પદ ઉપર રહી શક્શે.

BCCIની ચૂંટણી 2019માં થઈ હતી. જેમાં સૌરવ ગાંગુલી અધ્યક્ષ, જય શાહ સેક્રેટરી, અરુણ ધૂમલ અને જયેશ જ્યોર્જ સંયુક્ત રીતે સેક્રેટરી બન્યા હતા. ચૂંટણીના બે મહિના પછી જ BCCIએ કુલિંગ ઑફ પિરિયડને લઈને લોઢા કમિટીની ભલામણોની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

શું છે કુલિંગ ઑફ પિરિયડ?
લોઢા કમિટીની ભલામણો પ્રમાણે 2018માં લાગુ થયેલા BCCIના બંધારણ મુજબ કોઈપણ પદાધિકારી 6 વર્ષ સુધી સતત બે વાર તે પદ ઉપર રહી શકે નહિ. જેને 3 વર્ષ માટે કુલિંગ ઑફ પિરિયડ કહેવામાં આવે છે. આ મુજબ પદાધિકારી સતત 6 વર્ષ સ્ટેટ બોડી અથવા BCCIમાં રહેલા હોય, અથવા તો બન્ને જગ્યાએ મળીને 6 વર્ષ પૂરાં કર્યાં હોય, ત્યારે તેમણે 3 વર્ષનો ગેપ લેવો જ પડશે. બંધારણ પ્રમાણે 6 વર્ષ પૂરાં કર્યાં પછી પદાધિકારી કોઈપણ પદ પર રહેવા માટે અને ચૂંટણી લડવા માટે અયોગ્ય બની જાય છે.

BCCIને કેમ આપત્તિ છે?
આ મામલે BCCIનું કહેવું છે કે કુલિંગ ઑફ પિરિયડ કોઈપણ સદસ્યના એક સ્થાન પર જ 6 વર્ષ રહ્યાં પછી આવવું જોઈએ. ના કે સ્ટેટ ફેડરેશન અથવા BCCI અથવા બન્ને મળીને. હાલના બંધારણ પ્રમાણે પદાધિકારી જો સ્ટેટ ફેડરેશન અથવા તો BCCI અથવા તો બન્નેના મળીને 6 વર્ષનો કાર્યકાળ પૂરો કરે છે, તો તેમને કુલિંગ ઑફ પિરિયડ ગણવામાં આવે છે.

હાલના સમયમાં ગાંગુલી સહિત 5 સદસ્યોનાં 6 વર્ષ પૂરાં થશે
હાલના સમયમાં BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી સહિત 5 અન્ય લોકોને 6 વર્ષ પૂરાં થશે. ગાંગુલીનો કુલિંગ ઑફ પિરિયડ જુલાઈ 2020 પછી શરૂ થયો હતો, તો 2014માં બંગાળ ક્રિકેટ સંઘના તેઓ સચિવ બન્યા હતા. જ્યારે 2015માં તેઓ અધ્યક્ષ બન્યા હતા. આ પછી સપ્ટેમ્બર 2019માં ફરી એકવાર તેઓ અધ્યક્ષ તરીકે ચૂંટાઇ આવ્યા હતા. આ પછી સૌરવ ગાંગુલી 23 ઓક્ટોબર, 2019થી BCCIના અધ્યક્ષ છે.

તો જય શાહ 2014માં ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના સંયુક્ત સચિવ હતા. અમુક સોર્સનું માનીએ તો તેમનો કાર્યકાળ 8 સપ્ટેમ્બર, 2013થી જ શરૂ થઈ ગયો હતો. આ પછી તેઓ 24 ઓક્ટોબર, 2019થી BCCIના સેક્રેટરીના પદ પર બિરાજમાન છે. એવું કહેવાય રહ્યુ છે કે, સુપ્રીમ કોર્ટે રાહત આપતા હવે બન્ને વધુ 3 વર્ષ સુધી પદ ઉપર રહી શકે છે.

બોર્ડે 2019માં અરજી દાખલ કરી હતી
BCCI
એ વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે કુલિંગ ઑફ પિરિયડને ખતમ કરવાની માગણી કરી હતી.

તો વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લા સાંસદ હોવાથી BCCIના પદાધિકારી તરીકે અયોગ્ય છે. કારણ કે બોર્ડના બંધારણ પ્રમાણે કોઈ નેતા પદાધિકારી બની શકે નહિ. તેમનાં 6 વર્ષ પૂરાં થઈ ચૂક્યાં છે. તો ખજાનચી અરુણ ધૂમલ અને જયેશ જ્યોર્જે પણ સ્ટેટ બોડી અને BCCIના મળીને 6 વર્ષ પૂરાં ચૂક્યા છે.