• Home
  • News
  • દેશના પહેલાં CDS બન્યા જનરલ બિપિન રાવત
post

સેના પ્રમુખ જનરલ રાવતને દેશના પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) બનાવવામાં આવ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-30 16:40:56

નવી દિલ્હી: સેના પ્રમુખ જનરલ રાવતને દેશના પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો કાર્યકાળ 3 વર્ષ માટે વધારે દેવામાં આવ્યો છે. હવે ચીફ ઓફ ડિફેન્સના નિવૃત્ત થવાની ઉંમર 65 વર્ષની કરવામાં આવી છે. 65 વર્ષની ઉંમર પૂરી થયા પછી જ આ પદથી નિવૃત્ત થશે. પહેલાં 62 વર્ષે નિવૃત્ત થવાની જોગવાઈ હતી.

જનરલ બિપિન રાવતનો જન્મ 16 માર્ચ 1958માં થયો છે. હાલ તેઓ 61 વર્ષના છે. 2023માં તેઓ 65 વર્ષના થશે. આમ તેમની પાસે સીડીએસ પદ પર રહેવા માટે ઓછામાં ઓછો 3 વર્ષનો સમય છે. રાવત ડિસેમ્બર 1978માં કમીશન ઓફિસર (11 ગોરખા રાઈફલ્સ) બન્યા હતા. તેઓ 31 ડિસેમ્બર 2016થી આર્મી પ્રમુખ છે. તેમને પૂર્વી સેક્ટરમાં એલઓસી, કાશ્મીર ખીણ અને પૂર્વોત્તરમાં કામકાજનો અનુભવ રહ્યો છે.