• Home
  • News
  • બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ રઝળ્યું, વીરપુર પાસે રસ્તા પરથી ગુજરાતી ભાષાની ઢગલાબંધ ઉત્તરવહી મળી આવી
post

મહેસાણાના પરીક્ષાર્થીઓની ઉત્તરવહી હોવાની શંકા

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-18 11:37:22

ગોંડલ: રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર વીરપુર નજીક ઓવરબ્રિજ પાસે રસ્તા પરથી ગુજરાતી ભાષાની ઢગલાબંધ ઉત્તરવહી મળી આવી છે. આ ઉત્તરવહી ધો.10ના વિદ્યાર્થીઓની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફાટેલી હાલતમાં ઉત્તરવહી કોણ નાંખી ગયું તે તપાસનો વિષય છે. મહેસાણાના પરીક્ષાર્થીઓની ઉત્તરવહી હોવાની શંકા છે. રાત-દિવસ ઉજાગરા કરી પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓની ઉત્તરવહી રસ્તા પર રઝળતી હાલતમાં મળતા શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.


અનેક ઉત્તરવહીઓ ફાટી ગયેલી હાલતમાં જોવા મળી

આ ઉત્તરવહીઓ કોઈ ફેંકી ગયું છે કે પછી મહેસાણાના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ તપાસવા માટે લાવવામાં આવતી વખતે ભૂલને કારણ રસ્તા પર પડી ગઈ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બ્રિજ પરથી જે ઉત્તરવહીઓ મળી આવી છે તેમાંથી મોટાભાગની ઉત્તરવાહીઓ ફાટી ગઈ છે. કારણ કે રસ્તા પર પડ્યા બાદ તેના પરથી અનેક વાહનો પસાર થયા હતા.આ ઉપરાંત પવનને કારણે ઉત્તરવહીઓ આમતેમ ઉડતી જોવા મળી હતી. અનેક ઉત્તરવહીઓના પાના ફાટી ગયા હતા તેમજ બ્રિજ પર આમતેમ ઉડતા જોવા મળ્યા હતા.


દોષીતો સામે કાર્યવાહી કરાશેઃ શિક્ષણમંત્રી

ગોંડલના વીરપુર ઓવરબ્રીજ પાસેથી ધો.10ની ગુજરાતી ભાષાની ઉત્તરવહીઓ મળવાને લઇને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આ અંગે તેમણે જણાવ્યું છે કે ઘટનાની ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવશે અને જે દોષીતો છે તેમના વિરૂદ્ધ કડક પગલા ભરવામાં આવશે.


વીરપુરથી ગોંડલ સુધી ઢગલાબંધ ઉત્તરવહીઓ પવનમાં ઉડી

વીરપુરથી ગોંડલ સુધી ઉત્તવહીઓ પવનને કારણે ઉડતા નજરે પડી હતી. ગોંડલ નજીકથી પણ ત્રણ પાર્સલ ઉત્તરવહીના મળી આવ્યા છે. જેમાં 700થી 800 ઉત્તરવહીઓ છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post