• Home
  • News
  • બેલ્ટ તૂટી જતાં મહાકાય ક્રેન પટકાયું:હાઇડ્રા ક્રેનને ડ્રાઇવર સહિત ઊંચકીને જહાજમાં મૂકતા હતા ત્યારે જ દુર્ઘટના સર્જાઈ, ક્રેનચાલકનો ચમત્કારિક બચાવ
post

હાઇડ્રા ક્રેનમાં રહેલા ક્રેન-ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-26 19:00:24

મહાબંદર કંડલા ખાતે આવેલા જહાજમાં અનલોડિંગ માટે ક્રેનની મદદથી હાઈડ્રાને જહાજની અંદર ઉતારતી વખતે મોટી દુર્ઘટના ટળી હતી. M.V. કોપનહેગન ઈગલ નામનું જહાજ કંડલા પોર્ટની જેટી નંબર છ ખાતે બર્થ થયું હતું. ત્યાર બાદ જહાજમાં રહેલા માલસામાનના અનલોડિંગ માટે પોર્ટ સ્થિત મહાકાય ક્રેન દ્વારા બેલ્ટ બાંધી હાઈડ્રા મશીનને જહાજની અંદર લઈ જવાની કામગીરી શરૂ કરાઈ હતી. એ દરમિયાન બેલ્ટ તૂટી જતાં હાઈડ્રા ક્રેન પટકાયું હતું, જોકે સદનસીબે એ સમયે જેટી પર કોઈ હાજર નહોતા, આથી મોટી જાનહાનિ ટળી હતી. હાઇડ્રા ક્રેનમાં રહેલા ક્રેન-ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ અંગે દિન્યાય પોર્ટ ઓથોરિટીના PRO ઓમ પ્રકાશ દદલાનીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે મહાબંદર કંડલા ખાતે છ નંબર જેટી પર આવેલા જહાજમાં અનલોડિંગ માટે ક્રેનની મદદથી હાઈડ્રાને જહાજની અંદર ઉતારતી વખતે મોટી ઘટના બની હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post