• Home
  • News
  • આણંદમાં યુવતીએ હંગામો મચાવ્યો:સીટી બસ સ્ટેશન પાસેના હોર્ડીંગ્સ પર ચડી ગઈ, નીચે કુદકો મારે તે પહેલાં જ ફાયરની ટીમે દોરડાથી બાંધી નીચે ઉતારી
post

આખરે આ અંગે કોઇએ આણંદ ફાયર બ્રિગેડને જાણ કરતાં ધર્મેશ ગૌર સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-05 18:45:39

આણંદ: આણંદ શહેરના ટ્રાફિકથી ભરચક વિસ્તાર એવા સીટી બસ સ્ટેશન પાસે આવેલા ઊંચા હોર્ડીંગ્સ પર એક યુવતી ચડી ગઈ હતી. જેથી ભારે અફડા તફડી મચી ગઈ હતી. આ અંગે કોઇએ ફાયર બ્રિગેડને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને ફાયર જવાનો યુવતીને બચાવવા કામે લાગ્યાં હતા અંતે સમજાવટથી કામ લઇ યુવતીને દોરડાથી બાંધી નીચે ઉતારી હતી. જોકે, તેણે કોઇ પ્રવાહી ગટગટાવ્યું છે અને તે માનસીક દિવ્યાંગ હોવાનું ફાયર બ્રિગ્રેડને લાગી રહ્યું છે. હાલ તો યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

લોકોએ યુવતીને સમજાવી નીચે ઉતારવા કોશીષ કરી
આણંદ શહેરમાં રેલવે સ્ટેશન નજીક સીટી બસ સ્ટેશનની ઓફિસથી થોડે દુર દિશા સૂચક હોર્ડીંગ્સ આવેલા છે. આ હોર્ડીંગ્સ પર બુધવારના રોજ સવારે એક માનસિક દિવ્યાંગ યુવતી ચડી ગઈ હતી. તેણે ત્યાથી કુદકો મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અહીંથી પસાર થતાં લોકો આ દ્રશ્ય જોઇ ચોંકી ગયા હતા અને થોડી વારમાં જ ટોળું એકત્ર થઇ ગયું હતું. તેઓએ આ યુવતીને સમજાવી નીચે ઉતારવા કોશીષ કરી હતી. પરંતુ તે કોઇનું કશુ સાંભળતી નહોતી. બીજી તરફ આ ઘટનાને પગલે અહી વિસ્તારમાં ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો. ભારે અફરાતફરી ભર્યો માહોલ નિર્માણ થયો હતો.

યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાય
આખરે આ અંગે કોઇએ આણંદ ફાયર બ્રિગેડને જાણ કરતાં ધર્મેશ ગૌર સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. પ્રથમ તબક્કે તેમણે પણ સમજાવટથી કામ લીધું હતું. પરંતુ યુવતીએ ગણકાર્યું નહતું. બાદમાં તાલીમબદ્ધ જવાનો દોરડા સાથે ઉપર ચડ્યાં હતાં. જોકે, તે સમયે પણ માનસિક દિવ્યાંગ યુવતી કુદી પડવા કોશીષ કરી હતી. પરંતુ જવાનોએ તેને પકડી દોરડે બાંધી નીચે ઉતારી હતી. આ સમયે તેમની સ્થિતિ જોતા તેણે કશું જ પીધું હોવાનું લાગ્યું હતું. આથી, તેને તાત્કાલિક સારવાર માટે આણંદની હોસ્પિટલમાં ખસેડી હતી.

આ અંગે આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગોર દ્વારા જણાવાયું હતું કે, આણંદ વિટકોસ બસ સ્ટેન્ડ પાસે એક મહિલા હોર્ડિગ્સ ઉપર ચઢી જાઈ આત્મહત્યા કરવાની કોશિશ કરે છે એવો કોલ આવતા ફાયર ટીમ સાથે પહોંચી હતી. જે બાદ ભારે જહેમત બાદ તેને નીચે ઉતારી હતી. જે દરમ્યાન તેણે ઝેર પીધું હોવાનું તે બોલ બોલ કરતી હતી. જેથી અમે તેણીને આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post