• Home
  • News
  • ગિરનારની લીલી પરિક્રમા આઠ નવેમ્બર મધ્ય રાત્રિએ જ શરૂ થશે
post

કાર્તિક સુદ અગિયારસથી પાવનકારી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે. તંત્રએ લોકોની સુખાકારી માટે તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-05 11:23:37

જૂનાગઢ: કાર્તિક સુદ અગિયારસથી પાવનકારી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે. તંત્રએ લોકોની સુખાકારી માટે તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. બીજી તરફ અન્નક્ષેત્રોવાળા પહોંચી ગયા છે અને અન્નક્ષેત્રો ઉભા કરવાની તૈયારીઓ પ્રારંભી દીધી છે. આ અંગે સાધુ-સંતો પણ પરિક્રમા રૂટ પર પહોંચી જઇ પોતાનાં ધુણા બનાવવાની કામગીરી શરૂ કરી દીધી છે.

ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં આવવા જવા માટે ટ્રેનનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવે છે. લોકોનો ધસારો એટલી હદે હોય છે કે, લોકો ટ્રેન ઉપર બેસીને સવારી કરે છે જેના લીધે અનેક લોકોએ જીવ ગુમાવ્યો હોવાના બનાવોને પગલે આ વર્ષે પરિક્રમામાં આવતા લોકો ટ્રેન પર કે બસ ઉપર બેસીને મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.