• Home
  • News
  • GLE અને GLS લક્ઝરી SUV સેગ્મેન્ટની શાનઃ લક્ઝરી SUV સેગ્મેન્ટમાં GLE અને GLSનો દબદબો
post

એકથી એક ચડિયાતાં ફીચર્સથી સજ્જ બંને કાર

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-26 11:11:05

દેશના લક્ઝરી બજારનો સૌથી મોટો શેર ધરાવનાર મર્સિડિઝ બેન્ઝ ઇન્ડિયાએ હાલમાં તેની બે SUV GLE અને GLS બજારમાં રજૂ કરી છે. જુના મોડેલની સરખામણીમાં આ SUV કાર્સમાં ઘણા મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. એક બાજુ GLSને 99 લાખ રૂપિયાની કિંમતે કંપનીએ રજૂ કરી છે જ્યારે GLEને 73 લાખ 70 હજાર રૂપિયાની કિંમતે રજૂ કરી છે. આ આર્ટિકલમાં અમે તમને જણાવશું કે આ કારમાં શું ખાસ છે. જો તમે લક્ઝરી કારના શોખીન છો તો તમને આ આર્ટિકલ ગમશે.

મર્સિડિઝ બેન્ઝ GLS
GLS
ના બે વેરિઅન્ટ બજારમાં અવેલેબલ છે જેમાં એક છે GLS 400 ડી અને અન્ય GLS 450. અગાઉના મોડેલની સરખામણીએ આ વધુ લાંબી અને પહોળી છે સાથે તેની સ્ટાઇલ પણ અલગ છે. નવી GLS SUV મોડ્યુલર હાઈ આર્કિટેક્ચર (MHAA) પર બેઝ્ડ છે. તેની કુલ લંબાઈ 5207 મિમી, પહોળાઈ 1999 મિમી, ઊંચાઈ 1823 મિમી અને વ્હીલબેસ 3135 મિમી છે. જો જૂની GLS સાથે આની તુલના કરો તો આ 77 મિમી વધુ લાંબી અને 22 મિમી વધુ પહોળી સાથે જ તેના વ્હીલબેસમાં પણ 60 મિમીનો વધારો થયો છે.

એન્જિન અને પાવર
તેમાં 450 વેરિઅન્ટમાં 3.0 લીટરવાળું 6 સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે જે 367hpનો પાવર અને 500 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. આની સાથે જ 48 વી માઈલ્ડ-હાઈબ્રિડ સિસ્ટમ છે, જે  22 એચપીની શક્તિ અને 250 એનએમનો ટોર્ક ઉત્પન્ન કરે છે. આ કાર આશરે 6.2 સેકન્ડમાં 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે.

તેમાં 400 ડી વેરિઅન્ટમાં ૩ લીટરવાળું 6 સિલિન્ડર ડીઝલ એન્જિન મળે છે, જે 360hpનો પાવર અને 700 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. આ GLS એસયુવી 6.૩ સેકન્ડમાં 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. તેમાં બંને એન્જિન 9 સ્પીડ 4 મેટિક ટ્રાન્સમિશનથી સજ્જ છે અને ઓલ-વીલ ડ્રાઈવ સિસ્ટમ સાથે આવે છે.

ફીચર્સ
ફીચર્સની વાત કરીએ તો GLSમાં તમને ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ઇન્સ્ટ્રુમેન્ટ્ ક્લસ્ટર માટે 12.3 ઇંચની બે સ્ક્રીન આપી છે. અન્ય લક્ઝરી ફીચર્સ હેઠળ તેમાં જેસ્ચર કન્ટ્રોલ અને વોઈસ કમાન્ડની સાથે મર્સિડિઝની લેટેસ્ટ એમબીયુએક્સ મલ્ટીમીડિયા સિસ્ટમ, પેનોરમિક સનરૂફ, 64-કલર એમ્બિઅન્ટ લાઈટિંગ, 5-ઝોન ઓટોમેટીક ક્લાઈમેટ કન્ટ્રોલ, ફ્રન્ટ અને રિઅરમાં વાયરલેસ ચાર્જિંગ અને રિઅર સીટ એન્ટરટેનમેન્ટ સ્ક્રીન્સ મળે છે. આ GLSમાં એલઈડી હેન્ડલેમ્પ, 21 ઇંચ અલોય વ્હીલ અને એર સસ્પેન્શન આપ્યા છે. તેમાં બૂટ પર એક બટન આપ્યું છે, જેનાથી ઈલેક્ટ્રિકલી થર્ડ રોને ફોલ્ડ કરી શકાય છે. તેને ફોલ્ડ કરવા માટે એસયુવીમાં 2400 લીટરનો સૌથી મોટો બૂટ સ્પેસ મળે છે. નવી GLEમાં કુલ 11 યુએસબી પોર્ટ આપ્યા છે.

મુખ્ય હાઈલાઈટ્સ
7
લોકો આરામથી બેસી શકે છે
ઈક્યૂ બૂસ્ટ ટેક્નોલોજી ( GLS 450 4 મેટિક) આપી છે.
આમાં તમને મળે છે એરમેટિક સસ્પેન્શન વિથ એડીએએસ પ્લસ
21
ઇંચનું નવા દેખાવવાળું અલોય વ્હીલ
ઓલ ન્યૂ મર્સિડિઝ મી એપ આમાં આપી છે
એમબીયુએક્સ
પ્રિ ઈન્સ્ટોલેશન ફોર એન્ટરટેઈનમેન્ટ એન્ડ કમ્ફર્ટ
બર્મેસ્ટર સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ
વન ટચ ઈઝી ફોલ્ડ બીજી અથવા ત્રીજી પંક્તિ
શૉફર પેકેજ
ફ્રન્ટ અને વેરિયસ સીટ પર મેમરી પેકેજ
સામે અને પાછળની તરફ વાયરલેસ ચાર્જિંગ
11 USB
પોર્ટ
9
એરબેગ
ઓફ રોડ ABS

મર્સિડિઝ બેન્ઝ GLE
GLE 300D
ની કિંમત 73.70 લાખ રૂપિયાથી શરૂ થાય છે તો 400D હિપ-હોપ વેરિઅન્ટની કિંમત 1.25 કરોડ રૂપિયા છે. તાજેતરમાં લોન્ચ થયેલી GLE ચોથી પેઢીની SUV છે, જેને વર્ષ 2018માં પેરિસ મોટર શૉમાં ગ્લોબલી પ્રદર્શિત કરાઈ હતી. તેની સફળતાનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે લોન્ચ થતાં જ પ્રથમ ત્રિમાસિકગાળાનો સ્ટોક સોલ્ડ આઉટ થયો હતો. આ એક એવી કાર છે જેમાં વ્યાવહારિક રીતે કામ આવતા ફીચર્સ આપવામાં આવ્યા છે.

એન્જિન અને પાવર
GLE 300
ડી 4 મેટિકમાં ચાર સિલિન્ડરવાળું એન્જિન લગાવવામાં આવ્યું જે 245hp પાવર અને 500 એનએમનો ટોર્ક પેદા કરે છે. મર્સિડીઝ બેન્ઝ GLEનું બેઝ મોડેલ માત્ર 7.2 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડે છે. ટોપ વેરિઅન્ટવાળા GLE 400 ડી 4 મેટિકમાં 6 સિલિન્ડરવાળું એન્જિન મળે છે, જે 330hpનો પાવર અને 700 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. ટોપ વેરિઅન્ટવાળી મર્સિડીઝ બેન્ઝ GLE માત્ર 5.8 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડે છે.

ફીચર્સ પર એક નજર
તેમાં મલ્ટિ-બીમ એલઈડી હેડલેમ્પ, પેનારોમિક સનરૂફ, ફોર વ્હીલ ક્લાઈમેન્ટ કંટ્રોલ અને વેન્ટલિટેડ સીટ જેવા લગ્ઝરી ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ગાડીને એક ઓફરોડ એસયુવી તરીકે ડિઝાઈન કરવામાં આવી છે.

GLEની વિશેષતા
લોન્ગ વ્હીલ બેઝ
એરમેટિક સસ્પેન્શન વિથ એડીએસ પ્લસ
ફ્રન્ટ મેમરી પેકેજ
ઈલેક્ટ્રિકલ એડજસ્ટેબલ રિઅર સીટ
એક્સપ્રેશન ઈન્ટિરિયર
વાયરલેસ ચાર્જિંગ પોઈન્ટ
મલ્ટિફંક્શન સ્પોર્ટ્સ સ્ટીઅરિંગ વ્હીલ્સ
7
એરબેગ્સ
ઓફ રોડ એબીએસ
પ્રી ઈન્સ્ટોલેશન ઓફ એન્ટરટેઈનમેન્ટ અને કન્ફર્ટ ફીચર્સ

adv

Related News

post
post
post
post
post
post
post