• Home
  • News
  • જમાલપુર મંદિરમાં આજે ભગવાનના સોનાવેશના દર્શન, રથ અને હાથીનું આજે પૂજન કરાશે
post

143 વર્ષમાં પહેલી વાર અષાઢી પડવે કાલી રોટી-સફેદ દાલનો ભંડારો નહીં થાય

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-22 11:32:21

અમદાવાદ: રથયાત્રા પહેલા આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીએ સોનાવેશ ધારણ કર્યો છે. વર્ષમાં એકવાર આજના દિવસે ભગવાન સોનાના અલંકાર ધારણ કરે છે અને લોકોને દર્શન આપે છે. આજે મંદિરમાં સોનાવેશમાં ભગવાનના દર્શન કરવા લોકો ઉમટી પડ્યા હતા. રવિવારે નેત્રોત્સવ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી.

માલપુવા અને દૂધપાકનો ભંડારો નહીં થાય
143
વર્ષમાં પહેલી વાર અષાઢી પડવે કાલી રોટી-સફેદ દાલ (માલપુવા અને દૂધપાક)નો ભંડારો નહીં થાય.  જે દર વર્ષે રથયાત્રાના આગલા દિવસે એટલે કે અષાઢી એકમે જગન્નાથ મંદિરે થાય છે અને 1 લાખથી વધુ સાધુસંતો અને ભક્તો એનો લાભ લે છે

ત્રણેય રથ અને હાથીને મંદિર લાવી પૂજા કરાશે
આજે ત્રણેય રથ અને હાથીને મંદિરમાં લાવવામાં આવશે અને તેની પૂજા કરવામાં આવશે. વિપક્ષના નેતા સાંજે રથનું પૂજન કરશે જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાંજની આરતીમાં ભાગ લેશે.

ઘરે બેસી મીડિયાના માધ્યમથી દર્શન કરવા અપીલ
મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે લોકોને ઘરે બેસી મીડિયાના માધ્યમથી ભગવાનના દર્શન કરવા અપીલ કરી છે. કોરોનાનાં સંક્રમણને ધ્યાનમાં રાખી અને રથયાત્રા નહીં કાઢવાનો મંદિર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post