• Home
  • News
  • કોરોનાથી બચવા ગોગલ્સ પહેરવા જોઇએ, ગુલાબી અને લાલ આંખ થવી એ પણ કોરોનાનાં લક્ષણ
post

કોરોનાગ્રસ્ત દર્દીનાં સગાંએ ચશ્માં કે ગોગલ્સ પહેરવા જરૂરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-13 09:27:05

અમદાવાદ: શરદી, ખાંસી, તાવની સાથે આંખ લાલ કે ગુલાબી(કન્ઝેક્ટિવાઇટિસ) થવી તે કોરોનાના ખતરાની ઘંટડી સમાન છે, જેથી ઘરની બહાર નીકળતા લોકોને માસ્કની સાથે ગોગલ્સ પહેરવાની સલાહ આંખના નિષ્ણાત આપી રહ્યાં છે.


નેત્રાલય આઇ હોસ્પિટલનાં વિટ્રિયો રેટીના ઓક્યુલર ટ્રોમા સર્જન ડો. પાર્થ રાણા જણાવે છે કે, કોરોનાના વાઇરસથી બચવા નાક-મોઢાની સાથે આંખની સુરક્ષા અત્યંત જરૂરી છે. તેમજ પોઝિટિવ કે હોમ ક્વોરન્ટાઇન કરેલા લોકોના સગાં અને ઘરની બહાર જતાં દરેકે આંખ પર સાદા ચશ્મા કે ગોગલ્સ પહેરવા જોઇએ. તેથી જ ડોક્ટરની પ્રોટેક્ટિવ કિટમાં ચશ્માનો સમાવેશ થાય છે.


નાકનાં ડ્રોપ્લેટ આંખમાં પણ આવી શકે 
સિવિલ હોસ્પિટલનાં રેટીના વિભાગના વડા ડો. સોમેશ અગ્રવાલનાં જણાવ્યા મુજબ, આંખ અને નાક એક નસ દ્વારા જોડાયેલા હોવાથી નાકનાં ડ્રોપ્લેટ આંખમાં પણ આવી શકે અને આંખનાં આંસુ કે પાણી કન્ઝેક્ટિવાઇટિસથી પણ ફેલાઇ શકે છે. જેથી કોરોનાથી બચવા ગોગલ્સ પહેરવા જોઇએ. 


દર્દીની છીંકનું ડ્રોપલેટ સીધુ આંખમાં પહોંચે છે
ગુજરાત ઓપ્થલમોલોજિકલ સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ ડો. જગદીશ રાણાએ જણાવ્યું હતું કે, કોરોનાગ્રસ્ત વ્યક્તિની ખાંસી-છીંકનું ડ્રોપ્લેટ સીધું આંખમાં પહોંચે છે.  આ સમયે આપણે માસ્ક પહેર્યું હોય પણ આંખ ખુલ્લી હોય તો આંખથી શરીરમાં પ્રવેશી શકે છે. જેથી શરદી-તાવ-ખાંસી અને કન્ઝેક્ટિવાઇટિસની સાથે શ્વાસની તકલીફમાં કોરોનાની પ્રબળ શક્યતા છે. 

adv

Related News

post
post
post
post
post
post
post