• Home
  • News
  • સોનું દુબઈ કરતાં તોલાએ 7 હજાર મોંઘું હોવાથી વર્ષે 25 કરોડની દાણચોરી
post

કસ્ટમ વિભાગે અમદાવાદ, સુરત એરપોર્ટ પરથી 10 મહિનામાં દાણચોરીથી ઘૂસાડાયેલું 77 કિલો સોનું જપ્ત કર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-04 11:25:38

અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમે સોનાની ચોરીના કિસ્સામાં વર્ષ 2018-19ની સરખામણીએ રૂ. 7 કરોડથી વધુનું સોનું જપ્ત કર્યું છે. ચાલુ વર્ષે કસ્ટમ ડિપાર્ટમેન્ટે અમદાવાદ એરપોર્ટ પરથી રૂ. 24.80 કરોડનું અને સુરત એરપોર્ટ પરથી રૂ.2.31 કરોડના સોનાની દાણચોરી પકડી પાડી છે. ઉપરાંત કસ્ટમે આઈસીડી ખોડિયાર અને એરપોર્ટના એરકાર્ગો કોમ્પ્લેક્સમાંથી કરોડો રૂપિયાની આઈજીએસટીની બોગસ ક્રેડિટ લેનારા એકસ્પોર્ટને પકડી પાડ્યા હતા. દુબઇ સહિતના ગલ્ફ દેશોમાં 24 કેરેટ ગોલ્ડ પર ટેક્સ લાગતો નથી. જ્યારે ભારતમાં 22 કેરેટના દાગીના પર 5 ટકા જીએસટી લાગે છે. દુબઈ કરતાં ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ તોલાએ લગભગ રૂ. 6 હજાર, જ્યારે 22 કેરેટનો ભાવ રૂ. 6થી 7 હજાર વધુ છે. આમ ભાવ તફાવતના કારણે સોનાની મોટા પાયે દાણચોરી વધી રહી છે. કસ્ટમના પ્રિન્સિપલ કમિશનર કુમાર સંતોષે જણાવ્યું હતું કે, હવાઈ માર્ગે દેશમાં સોનાની દાણચોરીના કિસ્સામાં મુંબઈ, કેરળ ચેન્નઈ બાદ અમદાવાદ ચોથા ક્રમે છે. તાજેતરમાં અમદાવાદ કસ્ટમ વિભાગે અમદાવાદ અને સુરતના એરપોર્ટ પરથી એપ્રિલ 2019થી જાન્યુઆરી 2020 સુધીમાં દાણચોરીના કિસ્સામાં 113ની ધરપકડ કરી 77.05 કિલો સોનું પકડ્યું હતું.


શારજાહ, ઓમાન, કુવૈત, મસ્કતથી પણ સોનું આવે છે
બેંગકોક, દુબઈ, શારજાહ, મસ્કત, ઓમાન, કુવૈત સહિતના દેશોમાં 24 કેરેટ ગોલ્ડ પર કોઈ પ્રકારનો ટેક્સ નથી, જેથી ભારત કરતાં 6થી 7 હજાર તોલાએ સસ્તુ સોનું મળે છે. આથી દેશોમાંથી સોનું લવાય છે.


પુરુષ 50 હજારનું, મહિલા 1 લાખનું સોનું લાવી શકે
મહિલા કે પુરુષ વિદેશમાં 1 વર્ષથી વધુ રહ્યાં હોય તો પુરુષ બજાર કિંમત પ્રમાણે રૂ. 50 હજારનું, મહિલા રૂ.1 લાખનું સોનું લાવી શકે. વિદેશથી 24 કેરેટ સોનું વિદેશથી લાવી શકાતું નથી, જો લાવે તો 36.5 ટકા કસ્ટમ સહિત 38.5 ટકા પેનલ્ટી લાગે છે.


1300
કરોડની દાણચોરી મુદ્દે 18 લોકોને નોટિસ
કસ્ટમે જુલાઇ 2019માં રૂ.1300 કરોડનું સોનું પકડ્યું હતું. મામલે અત્યાર સુધી ઋતુજ્ઞ ત્રિવેદી, જિજ્ઞેશ સાવલિયા, મુકેશ શર્મા, દિવ્યા ભૂંડિયા, નીતા પરમાર, લોકેશ શર્મા, જિતેન્દ્રકુમાર રોકડ અને મેહુલ ભીમાણી સહિત 18ને શોકોઝ નોટિસ અપાઇ છે.

 


adv

Related News

post
post
post
post
post
post
post