• Home
  • News
  • ચાર ઇંચ વરસાદથી ગોંડલ પાણી-પાણીઃ દિવસભર ભારે બફારો અને ગરમીમાં અકળાવ્યા પછી બપોર બાદ મેઘો મુશળધાર મંડાયો
post

ગોંડલ નજીક વોરાકોટડા રોડ પર કોઝવે પાણીમાં ડૂબ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-30 10:43:09

રાજકોટ: ગોંડલમાં સવારથી જ અસહ્ય બફારા બાદ બપોરનાં સુમારે ધોધમાર વરસાદ વરસતાં માત્ર 30 મિનિટમાં ચાર ઇંચ તોફાની વરસાદ વરસ્યો હતો.ઘણો સમય રાહ જોવડાવ્યા બાદ શહેર ચાર ઇંચ વરસાદથી દિલથી ભીંજાયું હતું. વરસાદને કારણે કોલેજચોક,ગુંદાળા દરવાજા, સેન્ટ્રલ સિનેમા ચોક,કૈલાશબાગ રોડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં,કાશી વિશ્વનાથ રોડ પર રાતાનાલા નીચે માથાડૂબ પાણી ભરાતાં વાહન વ્યવહાર અટકી ગયો હતો.જયારે ઉમવાડા રોડ પર અંડરબ્રીજમાં પણ ભારે પાણી ભરાતાં વાહન વ્યવહારને અસર પંહોચી હતી. શહેર ઉપરાંત દેરડી, મોવિયા, વિંજીવડ, હડમતાળા જીઆઇડીસી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારો પણ ભીંજાયા હતા અને ખેતરસમા પાણી ચાલતાં થયા હતા. જ્યારે રાજકોટમાં મનપાના ફાયર સ્ટેશન પર નોંધાયેલા આંક મુજબ  ઈસ્ટ ઝોનમાં 5 મીમી જ્યારે બાકીના વિસ્તારોમાં 3 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. આખો દિવસ તડકા બાદ વાદળો અને ઝાપટાં પડતા ઠંડા પવનોને કારણે ગરમીથી રાહત અનુભવાઈ હતી. બે દિવસમાં હળવા ઝાપટાં પડી શકે છે.

ગોંડલ નજીક વોરાકોટડા રોડ પર કોઝવે પાણીમાં ડૂબ્યો
ગોંડલ પાસે વોરકોટડા રોડ પરની ધાબી પર ગોઠણસમાં પાણી ભરાયા હતા. આથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભારે વરસાદ પડે ત્યારે ગામ સંપર્ક વિહોણું બને છે.

જૂનાગઢ 1 ઈંચ,  કુંકાવાવમાં વીજળી પડતાં એકનું મોત
કેશોદમાં 1 ઇંચ, માણાવદરમાં સવા ઇંચ અને વંથલીમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો. ધારીમાં પોણો ઇંચ વરસાદ થયો કુકાવાવમાં વીજળી પડતાં 1 મહિલાનું મોત અને 1 દાઝી ગઇ.

 

adv

Related News

post
post
post
post
post
post
post