• Home
  • News
  • ઈલાજ શોધવા દર્દી પર ક્લિનિકલ ટ્રાયલની સરકારની મંજૂરી આપી
post

ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી ઓફ ઈન્ડિયામાં નોંધાયેલા જ ટ્રાયલ કરી શકશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-15 10:52:09

રાજકોટ: વિશ્વભરમાં કોરોના સામે લડવા માટે રિસર્ચ ચાલી રહ્યા છે. ભારત પણ તેમાં સામેલ છે. ભારતમાં અન્ય દેશો કરતા સ્થિતિ કાબૂમાં છે એટલે શક્ય તેટલું રિસર્ચ કરી દર્દીઓના ઈલાજ માટે પ્રયત્નો થઈ રહ્યા છે. જેના ભાગરૂપે કોરોનાના દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ માટે છૂટ આપવામાં આવી છે. આ છૂટ હાલ થેરાપ્યૂટિક પ્લાઝમા એક્સચેન્જ પર આપી છે. આ અંતર્ગત સાજા થયેલા દર્દીઓના રક્ત મેળવી તેમાંથી પ્લાઝમા અલગ કરીને કોરોનાગ્રસ્તના શરીરમાં નાખશે અને તેનાથી ઝડપથી રિકવરી આવે છે કે કેમ તેનો અભ્યાસ કરવામાં આવશે. ટ્રાયલ કરવા ઈચ્છતી મેડિકલ સંસ્થાઓ ICMRની વેબસાઈટ પરથી પરિપત્રમાં આપેલી લિન્કમાંથી અરજી કરી શકશે. જો કે તેમા સ્પષ્ટ ઉલ્લેખ છે કે, એવી ઈન્સ્ટિટ્યૂટ કે જે ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી ઓફ ઈન્ડિયામાં નોંધાયેલી છે તેમજ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની માન્યતા પ્રાપ્ત છે તેઓ જ તેમાં ભાગ લઇ શકશે.

વુહાનમાં 10 દર્દીઓમાં ટ્રાયલ, બધામાંથી લક્ષણો ગાયબ 
વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજિકલ પ્રોડક્ટના રિસર્ચર ડો.કાઈ ડુઆન તેમજ ત્યાંથી સરકારી હોસ્પિટલના તબીબોએ પ્લાઝમા એક્સચેન્જ થેરપીનું ટ્રાયલ કર્યું હતું. પ્રાથમિક પરીક્ષણમાં 10 દર્દીઓમાં પ્લાઝમા ટ્રાન્સફ્યૂઝન કરાયા હતા. જેમાંથી તમામમાંથી માત્ર 1 થી 3 દિવસમાં લક્ષણો દૂર થયા હતા. મોટાભાગના દર્દીઓને માત્ર 10 દિવસમાં રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. પ્લાઝમા ટ્રાન્સફર થેરાપી ઘણી જૂની છે. તેની પાછળ તર્ક એવો છે કે સાજા થયેલા દર્દીઓએ એન્ટિબોડી વિકસાવી હોય છે જેથી બીજી વખત ચેપ ન લાગે. પ્લાઝમામાં દર્દીના શરીરમાં નવી એન્ટિબોડી બનાવવાનું કામ ઝડપી બનાવી દે છે.

કઈ રીતે ટ્રાયલ કરી શકાશે 
પ્રારંભિક તબક્કે એવી ગાઈડલાઈન આવી છે કે, જે લોકો કોરોનાના દર્દી છે તે તમામ પર આ ટ્રાયલ કરી શકાશે. આ માટે કોવિડના સાજા થયેલા દર્દી કે જેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને હવે કોઇ લક્ષણ નથી તેના શરીરના રક્તમાંથી પ્લાઝમા કાઢીને હાલ કોરોનાગ્રસ્ત દર્દીને આપવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post