• Home
  • News
  • ભાજપના સીનિયર્સ સાથે ચર્ચા કરવા ખટ્ટર દિલ્હી પહોંચ્યા
post

હરિયાણામાં બહુમતીના આંકડાથી દૂર ભાજપ સરકાર બનાવવાનો પ્રયત્ન કરી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-25 11:10:28

નવી દિલ્હી: હરિયાણામાં બહુમતીના આંકડાથી દૂર ભાજપ સરકાર બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. ચૂંટણી પરિણામમાં બીજેપીને 40 સીટો મળી છે. જ્યારે બહુમતી માટે 46 સીટો જરૂરી છે. ભાજપને ગોપાલ કાંડા સહિત 7 અપક્ષ ઉમેદવારોથી સમર્થન મળવાની આશા છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર શુક્રવારે સવારે જ ચંદીગઢથી દિલ્હી પહોંચી ગયા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ખટ્ટર ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે તેમની સાથે બેઠક કરશે. તેમાં રાજ્યના પ્રભારી અનિલ જૈન પણ સામેલ થશે. આ દરમિયાન રાજ્યના પ્રભારી અનિલ જૈન પણ હાજર રહેશે. આ દરમિયાન સીનિયર નેતાઓ હરિયાણામાં સરકાર બનાવવાની રણનીતિ વિશે ચર્ચા કરશે. માનવામાં આવે છે કે, મનોહરલાલ ખટ્ટર સાંજ સુધીમાં એકલા શપથ લે તેવી શક્યતા છે, બાકીના મંત્રીઓની શપથ ગ્રહણ વિધિ પછી કરવામાં આવશે. હરિયાણાની 90 સીટમાંથી કોંગ્રેસને 31, જેજેપીને 10 અને અન્યને 9 સીટ મળી છે.

આ દરમિયાન હરિયાણાના પ્રદેશ અધ્યક્ષ સુભાષ બરાલાએ કહ્યું કે, જનતાએ ભાજપને જનાદેશ આપ્યો છે. અમને બહુમત કરતાં ઓછી સીટો મળી છે, આ વિશે ચિંતનની જરૂર છે. મને અને પાર્ટીને પરિણામથી સીખ મળી છે. અપક્ષ ઉમેદવારો ભાજપની સાથે આવી રહ્યા છે. મનોહરલાલ ખટ્ટરના નેતૃત્વમાં બીજેપીની સરકાર બનશે.