• Home
  • News
  • સરકારે સંસદમાં માહિતી આપી- દેશના 12 રાજ્યમાં IS સક્રિય, દક્ષિણના પાંચ રાજ્યમાં તેની સાથે સંકળાયેલા 122 લોકોની ધરપકડ થઈ
post

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી.કિશન રેડ્ડીએ બુધવારે સંસદમાં કહ્યું- IS ભારતમાં સોશિયલ મીડિયા મારફતે લોકોને પોતાની સાથે જોડે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-17 10:57:57

દેશમાં આતંકવાદી સંગઠન ISનું નેટવર્ક 12 રાજ્યમાં ફેલાઈ ચુક્યુ છે. NIAની માહિતી પ્રમાણે જે રાજ્યોમાં IS સૌથી વધારે સક્રિય છે તેમાં દક્ષિણના પાંચ રાજ્ય કેરળ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુનો સમાવેશ થાય છે. આ પાંચ રાજ્યમાં ISની ઉપસ્થિતિને લગતા 17 કેસ નોંધાયા છે. 122 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર સાથે પણ તેના તાર જોડાયેલા છે.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી.કિશન રેડ્ડીએ બુધવારે સંસદમાં માહિતી આપી હતી. તેમણે કહ્યું કે IS ભારતના લોકોને પોતાની સાથે જોડવા માટે અને પોતાની વિચારધારાનો ફેલાવો કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. ભારતીય એજન્સી આ પ્લેટફોર્મ્સ પર નજર રાખી રહી છે. આ પ્રકારની બાબતોમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

વિદેશમાંથી ભંડોળ મળે છે

રેડ્ડીએ જણાવ્યું હતું કે IS સાથે જોડાયેલા લોકોને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે વિદેશમાંથી ફંન્ડિંગ મળે છે. આ ફંન્ડિંગ કયાં દેશમાંથી મળે છે તે અંગે તેમણે કંઈ પણ કહ્યું ન હતું. રેડ્ડીએ કહ્યું કે IS, ઈસ્લામિક સ્ટેટ, ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક અને લેવેન્ટ (ISIL),ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (ISIS),દાએશ, ઈસ્લામિક સ્ટેટ ખુરાસાન જેવા અનેક નામોથી કામ કરે છે. આ સંગઠનોને કેન્દ્ર સરકારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા કાયદા પ્રમાણે પ્રતિબંધિત યાદીમાં સામેલ કરેલ છે.

અનેક દેશોમાં ISની શાખા

ISએ વર્ષ 2014માં સીરિયા અને ઈરાકના અનેક વિસ્તારો પર કબ્જો કર્યો હતો. તેની બાંગ્લાદેશ, માલી, સોમાલિયા જેવા દેશોમાં શાખા છે. તે અન્ય આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તોઈબા અને અલ કાયદા જેવા આતંકવાદી સંગઠનો સાથે મળી કામ કરે છે. ઓગસ્ટ 2014માં અમેરિકા અને ઈરાને ઈરાક તથા સીરિયામાં ISના સ્થળો પર હવાઈ હુમલા શરૂ કર્યા હતા. ત્યારબાદ 14 અન્ય દેશોએ પણ તેના પર હુમલા કર્યા. આ હુમલામાં ISના અનેક મોટા આતંકવાદી માર્યા ગયા અને તે નબળુ પડ્યું.

ISએ ભારતમાં નવો પ્રાંત બનાવ્યાનો દાવો કર્યો હતો

IS10 મે 2019ના રોજ એક ન્યૂઝ એજન્સી અમાકને ટાંકી દાવો કર્યો હતો કે તેણે ભારતમાં એક નવો પ્રાંત 'વિલાયાહ ઓફ હિંદ' સ્થાપિત કરવામાં સફળતા મેળવી છે. આ દાવો કાશ્મીરમાં એક એનકાઉન્ટર બાદ થયો હતો. આ અથડામણમાં સોફી નામનો આતંકવાદી માર્યો ગયો હતો. જેનો સંબંધ આ સંગઠન સાથે હતો. તે આશરે 10 વર્ષ કરતા વધારે સમયથી કાશ્મીરમાં અનેક આતંકવાદી સંગઠનો સાથે કામ કરતો હતો. બાદમાં તે ISમાં સામેલ થઈ ગયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post