• Home
  • News
  • સરકાર કહે છે ટ્રેનનું ભાડુ રેલવે-રાજ્ય આપે છે, છતાં શ્રમિકો પાસેથી રૂપિયા 76 લાખ વસૂલાયા
post

છેલ્લા ત્રણ દિવસમાં સુરતથી 9 ટ્રેનમાં 10,800 લોકો રવાના થયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-05 11:56:02

સુરત : વતન જવા માટે પરપ્રાંતીય લોકોનો ધસારો વધી રહ્યો છે, ત્યારે સરકાર કહી રહી છે કે, ટ્રેન મારફતે જઈ રહેલા શ્રમિકોનું 85 ટકા ભાડુ રેલવે અને રાજય સરકાર આપી રહી છે. તેમ છતાં સુરતથી 3 દિવસમાં રવાના થયેલી 9 શ્રમિક સ્પેશિયલ ટ્રેનના 10800 યાત્રીઓ પાસેથી 76,74,000 રૂપિયાનું ભાડુ વસૂલવામાં આવી ચૂક્યું છે. શનિવારે એક, રવિવારે ત્રણ અને સોમવારે પાંચ સ્પેશિયલ ટ્રેન રવાના થઈ હતી. સોમવારે રવાના થયેલી પાંચ ટ્રેનોમાં 3 ઓરિસ્સાના પુરીની, 1 ઝારખંડના ધનબાદ અને એક ટ્રેન બિહારના બરૌની માટે રવાના થશે. ઓરિસ્સાની ટ્રેનમાં એક યાત્રી પાસે રૂ. 710 ભાડુ લેવામાં આવ્યું છે, અત્યાર સુધી 7 ટ્રેનોમાં 8400 યાત્રીઓ ગયા છે. જેઓ પાસેથી કુલ 59,64,000 વસૂલાયા છે. ધનબાદ ગયેલી ટ્રેનમાં એક યાત્રી પાસે 715 ભાડૂ વસૂલાયું હતું. આ રીતે રવાના થયેલા કુલ 1200 યાત્રીઓ પાસેથી 8,58,000 રૂપિયા વસૂલાયા છે. બિહારના બરૌની ગયેલી ટ્રેનના એક યાત્રી પાસે 710 વસૂલાયા હતા. આમ આ ટ્રેનમાં કુલ 1200 પાસે 8.52 લાખ વસૂલાયા હતા. આ સિવાય ઉત્તરપ્રદેશ અને બિહાર રવાના કરવા માટે યાત્રીઓ પાસે કેટલાક દલાલો ફોર્મ ભરાવીને ગેરકાયદે વસૂલી કરી રહ્યા છે. રેલવેએ ટ્રેનનું ભાડુ લેવા માટે એક પ્રક્રિયા બનાવી છે. નોડલ અધિકારી આ પ્રક્રિયા મુજબ ભાડુ વસૂલી રહ્યા છે. 


પ્રક્રિયા: ટિકીટ આપતા સમયે ફકત પ્રિન્ટ ચાર્જ લેવાય છે
દરેક શ્રમિક એક્સપ્રેસ ટ્રેન માટે 1200 લોકોની યાદી બનાવીને કલેક્ટર કચેરીએ મોકલવામાં આવે છે. ત્યાંથી આની માહિતી રેલવેને મોકલવામાં આવે  છે. ત્યાર બાદ રેલવે રાજય સરકાર દ્વારા રજિસ્ટર્ડ મુસાફરો માટે ટિકીટ જારી કરે છે. જેને લેવા માટે સ્વયં કલેકટર કચેરીનો કર્મચારી અથવા ડેપ્યુટી કલેક્ટર જાય છે. ત્યાર બાદ ટિકીટોને સંયોજક સમિતિયો દ્વારા મુસાફરોને આપવામાં આવે છે. તેમનાથી ટિકીટનો પ્રિંન્ટિંગ ચાર્જ લેવામાં આવે છે. ટોકન આપીને મુસાફરની ઓળખ કરવામાં આવે છે જેથી ખોટા માણસના હાથમાં ટિકીટ ન જાય.


ઉત્તરપ્રદેશ માટે આજે ચાર ટ્રેન રવાના થશે
પુરી સવારે 10 કલાકે, પુરી બપોરે 1 કલાકે, પુરી સાંજે 4 કલાકે, યુપી બપોરે 2.30 કલાકે, યુપી સાંજે 5:30 કલાકે, ધનબાદ રાતે 11 કલાકે, યુપી રાતે 8:30 કલાકે, બરોની રાતે 10 કલાકે, યુપી રાતે 11:30 કલાકે

adv

Related News

post
post
post
post
post
post
post