• Home
  • News
  • સ્કૂલો નિયમિત શરૂ ન થાય ત્યાં સુધી GPSCની પરીક્ષા નહીં યોજાય
post

કોરોનાના સમયમાં કર્મચારીઓ રજા પર ન ઉતરે તે માટે લેવાયેલો નિર્ણય

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-01 10:02:00

જ્યાં સુધી સ્કૂલો રાબેતા મુજબ શરૂ નહીં થાય ત્યાં સુધી જીપીએસસીની પરીક્ષા લેવાશે નહીં. સ્કૂલો શરૂ થયા બાદ જીપીએસસી પોતાના ટાઇમ ટેબલ પ્રમાણે પરીક્ષા યોજશે. જો જીપીએસસીની પરીક્ષા જાહેર થાય તો ઘણા ખાનગી અને સરકારી કર્મચારીઓ રજા પર ઉતરી જાય, જે મહામારીના સમયમાં યોગ્ય નથી. આવનારા સમયમાં જીપીએસસી પરીક્ષાઓ અંગે ટાઇમ ટેબલ જાહેર કરશે. જેની અસર રાજ્યના 10 લાખ ઉમેદવારો પર થશે.

જીપીએસસીની દરેક પરીક્ષા માટે રાજ્યભરમાંથી ઉમેદવારો લાખોની સંખ્યામાં ફોર્મ ભરતા હોય છે. ઉમેદવારો એક વર્ષથી લઇને સાતથી 10 વર્ષ સુધી પરીક્ષાની તૈયારી કરે છે. કોરોના મહામારીને કારણે એપ્રિલ મહિનાથી જે પરીક્ષાઓ શરૂ થવાની હતી તે સ્થગિત કરાઇ હતી. જીપીએસસીની સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોરોના મહામારીની અસરને જોતા અત્યારે પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરાયું નથી. કારણ કે ટાઇમ ટેબલ જાહેર થવાની સાથે જ ઉમેદવારો વધુ તૈયારી કરવામાં લાગી જશે. પરંતુ આ જ સમય દરમિયાન કેસોની સંખ્યા વધશે તો તેની અસર પરીક્ષા પર થશે. તેથી ફરી તારીખ જાહેર કરવી પડશે. જો આ પ્રકારની ઘટના વારંવાર થાય તે ઉમેદવાર માટે યોગ્ય નથી. તેથી ઉતાવળે પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવતી નથી.

નીટ-જેઇઇને મંજૂરી તો GPSCને કેમ નહીં?
જીપીએસસીની દરેક પરીક્ષા સ્કૂલોના શિક્ષકો દ્વારા લેવાય છે. ગુજકેટ, જેઇઇ-નીટની પરીક્ષા એટલા માટે જરૂરી છે કારણ કે તેનાથી ભવિષ્યના એડમિશન અટક્યા છે. જો આ પરીક્ષાઓ લેવાઇ જાય તો એન્જિનિયરિંગ, મેડિકલની પ્રવેશ પ્રક્રિયા પૂરી કરી શકાય. જ્યારે જીપીએસસીની પરીક્ષા ન લેવાય તો તેનાથી આગળના એડ્મિશન પર કોઇ અસર થતી નથી. કારણ કે તે જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓનું કામ પહેલા જ ચાલી જ રહ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post