• Home
  • News
  • યુવાઓ આનંદો:સરકારી નોકરી માટે GPSCએ ભરતી કેલેન્ડર બહાર પાડ્યું, વર્ગ 1, 2 અને 3ની 1203 જગ્યાની ભરતી થશે
post

રાજ્ય સરકારની સેવાઓ, ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિ. અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં ભરતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-06 10:08:24

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)એ રાજ્યમાં થનારી સરકારી નોકરીની ભરતીનું કેલેન્ડર બહાર પાડ્યું છે. રાજ્યમાં શિક્ષિત બેરોજગારો અને યુવાનો-યુવતીઓ માટે સરકારી નોકરી માટે વર્ગ 1, 2 અને 3ની 1203 જગ્યા માટે ભરતી થશે. જેમાં રાજ્ય સરકારની સેવાઓ, ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિ. અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ માટે આવતી 1 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

ઓનલાઈન અરજી 1 ડિસેમ્બર સુધી કરી શકાશે
GPSC
એ જાહેરાત કરી હતી કે વિવિધ જગ્યાઓ માટે પડેલી ભરતીની ઓનલાઈન અરજી 10 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી કરી શકાશે. આ સિવાય વિવિધ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, પગાર ધોરણ, ઉમરમાં છૂટછાટ, અરજી ફી સહિતની વિગત અને માહિતી આયોગની ઓફિસના નોટિસ બોર્ડ અને આયોગની વેબસાઈટ ઉપરાતં ઓજસ વેબસાઈટ પર જોઈ શકાશે.

ઓનલાઈન અરજી એડિટેબલ છે
GPSC
દ્વારા યોજાનારા ભરતી પ્રક્રિયાની ઓનલાઈન અરજી એડિટેબલ હોવાથી ઉમેદવારોએ એક જાહેરાતમાં એક જ અરજી કરવી તેમ જણાવ્યું છે. તેમાં કોઈ ભૂલચૂક રહી જાય તો તેને એડિટ વિકલ્પ પસંદ કરીને ફરી સુધારી શકાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post