• Home
  • News
  • ધોરણ 10ના પરિણામમાં કોરોના ઇફેક્ટના બહાને 21 માર્કનું ગ્રેસિંગ આપી દેવાયું
post

પરીક્ષા પછી કોરોના આવ્યો છતાં પણ પરિણામ ઊંચું લાવવા માટે કોરોનાના બહાને ગ્રેસિંગની લ્હાણી કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-13 11:55:02

અમદાવાદ: ગુજરાતમાં ભૂકંપ બાદ કોરોનાના કારણે ધોરણ 10ના પરિણામમાં 21 માર્કનું ગ્રેસિંગ આપીને રિઝલ્ટ ઊંચું લઈ જવાયું છે, નહીં તો ગુજરાતના શિક્ષણની નબળાઇની પોલ ખુલી જાય તેમ હતી. ધોરણ 10ની પરીક્ષા બાદ કોરોનાનો કહેર ચાલુ થયો હતો, પરંતુ પરિણામ ઊંચું લાવવા માટે કોરોનાના બહાને ગણિત, વિજ્ઞાન અને ભાષાના વિષયમાં 2001 બાદ સૌથી વધુ ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ વર્ષે પુરા 21 ગ્રેસિંગ માર્ક આપીને આ પરિણામને ઉંચે લઈ જવા પ્રયાસ ર્ક્યો છે. જો આ ગ્રેસિંગ માર્ક ન અપાયા હોત તો ઓછામાં ઓછા 80 હજાર જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા હોત, ભૂતકાળમાં 2001માં ભૂકંપ બાદની જે પરીક્ષા યોજાઈ હતી. તે સમયે ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા હતા તે સમયે 24 માર્ક ગ્રસિંગ અપાયા હતા, જ્યારે આ વખતે કોરોનાના લીધે ભૂકંપ કરતા ત્રણ ઓછા ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા છે.

પરીક્ષા સમયે કોરોનાનો ડર નહોતો 
માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રો કહે છે કે, કોરોનાના કા૨ણે વિદ્યાર્થીઓની માનસિકતા પ૨ અસ૨ ઓછી થઈ હશે કેમ કે પરીક્ષા સમયે કોરોનાનો ડર હતો જ નહીં પણ વાસ્તવિક્તા એ છે કે ગુજરાતનું શૈક્ષણિક સ્ત૨ નીચું ગયું છે અને તેથી 35 પાસિંગ માર્કમાંથી 21 જેટલા ગ્રેસિંગ માર્ક આપવાની ફ૨જ પડી છે. 2001માં 24 ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા હતા.

ભૂકંપ સમયે વિદ્યાર્થીઓ માનસિક તણાવમાં હતા
રાજ્યમાં 26 જાન્યુઆરી 2001ના રોજ આવેલા ભૂકંપમાં 10 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા, પરંતુ તેમના ક૨તા તેમને નુકસાનની અસર લાંબા સમય સુધી ૨હી હતી. તેમજ ભૂકંપ બાદ પરીક્ષા યોજાઈ હતી, તેથી વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ હતો, ચાલુ વર્ષે કોરોનાને કા૨ણે માર્ચ માસના અંતે લોકડાઉન આવ્યું તે પૂર્વે ગુજરાતમાં કોરોનાનો હાઉ ઓછો હતો અને વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી ક૨વાનો પુ૨તો સમય પણ મળ્યો હતો.પરંતુ પરિણામના તબકકે કોરોના ઈફેક્ટ જોવા મળી છે.

સૌથી વધુ ગ્રેસિંગ માર્ક ગણિત-વિજ્ઞાનમાં આપ્યા છતાં 3.5 લાખ વિદ્યાર્થીઓ નાપાસ
બોર્ડે ત્રણ જેટલા વિષયમાં ગ્રેસિંગ માર્ક આપીને વિદ્યાર્થીઓને પાસ થવાની તક આપી હતી. સૌથી વધુ ગ્રેસિંગ માર્ક ગણિત અને વિજ્ઞાનમાં અપાયા છે. તેમ છતાં અંદાજે 3.5 લાખ વિદ્યાર્થીઓ આ વિષયમાં નાપાસ થયા છે તે દર્શાવે છે કે ગુજરાતમાં શૈક્ષણિક સ્ત૨ ખાસ કરીને આગામી સમયમાં જ્યારે ગણિત અને વિજ્ઞાનનો અભ્યાસ મહત્વપૂર્ણ બની ૨હેશે તે સમયે રાજ્યના શિક્ષણ સામે આ સૌથી મોટી લાલબતી છે.

છેલ્લા પાંચ વર્ષનું સૌથી નીચું પરિણામ
રાજ્યમાં ધો.10ની પરીક્ષામાં અંદાજે 10.83 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા, જેમાં 8.4 લાખ રેગ્યુલ૨ વિદ્યાર્થીઓ હતા અને 5.02 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે. છેલ્લા પાંચ વર્ષનું આ સૌથી નીચું પરિણામ છે તેમાં પણ બોર્ડે 21 ગ્રેસિંગ માર્ક ન આપ્યા હોત તો 50 ટકાથી નીચું પરિણામ આવત. બોર્ડના અધિકારીઓ શિક્ષણની નબળાઈનો બચાવ કરતા એવું કહે છે કે ધો.10માં નવો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો છે. તે પણ ખરાબ દેખાવનું કા૨ણ બની ગયું છે. આ ઉપરાંત અગાઉ જે 50 ટકા ઓબ્જેક્ટીવ પ્રશ્ન હતા તે સ્ટાઈલ પણ બદલાઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post