• Home
  • News
  • ગ્રાન્ટમાંથી સફાઈ કર્મીઓને રક્ષણ પૂરું પાડતા જરૂરી ઉપકરણ અપાશે
post

કેન્દ્ર અને રાજ્ય સરકારે સત્તા આપતા ડીડીઓએ પરિપત્ર દ્વારા સરપંચોને જાણ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-14 11:44:27

અમદાવાદ:  કોરોનાની મહામારી વચ્ચે ગામડાઓમાં સેનિટેશન કરવા ઉપરાંત જંતુનાશક દવાના છંટકાવ ફ્યુમીગેસન કરવા સહિત ગ્રામ પંચાયતના સફાઈ કામદારોને જરૂરી ફેસ માસ્ક, હાથના મોજા સહિત જરૂરી ચીજવસ્તુઓ  આપવા સહિતનો ખર્ચો 14 માં નાણાપંચ મા કરી શકાય તે માટે સરપંચોને સતા આપવામાં આવી છે કેન્દ્ર અને રાજ્યો સરકાર ના જાહેરનામા બાદ ડીડીઓએ અમદાવાદ જિલ્લાના તમામ સરપંચોને જાણ કરી છે

અમદાવાદ જિલ્લાના તમામ સરપંચોને 14 માં નાણાપંચ મા ખર્ચ કરવાની સત્તા આપતો પરિપત્ર કર્યો
અમદાવાદ જિલ્લાના સરપંચો દે હાલ કોરોનાની મહામારીને અટકાવવા આર્થિક સકડામણ ઊભી ના થાય તે માટે 14 માં નાણાપંચમા ખર્ચ કરવા સત્તા આપવા ડીડીઓ સમક્ષ માગ કરી હતી પરંતુ કેન્દ્ર કે રાજ્ય સરકારે આ અંગે કોઈ નોટીફિકેશન નહીં કરતા ડીડીઓ મંજૂરી આપવા બાબતે અસંમજસમાં હતા દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થઇ જતા ડીડીઓ અરુણ મહેશ બાબુ એ આ અંગે અમદાવાદ જિલ્લાના તમામ સરપંચોને 14 માં નાણાપંચ મા ખર્ચ કરવાની સત્તા આપતો પરિપત્ર કરી દીધો છે.

ગામડાઓમાં સેનેટાઈઝરથી છંટકાવ કરવામાં આવશે
પરિપત્ર માં જણાવ્યા મુજબ ગામડામાં સેનિટેશન ને લગતા કોઈપણ કામો થઈ શકશે આ ઉપરાંત જંતુનાશક દવાના છંટકાવ ફ્યુમીગેસનના કામોનો ખર્ચ પણ થઈ શકશે આ ઉપરાંત ગ્રામ પંચાયતમાં સફાઈ કચરાના નિકાલની કામગીરી સાથે સંકળાયેલા સફાઈ કર્મચારીઓ અને ગ્રામ પંચાયતના સ્વયંસેવકોને જરૂરી ફેસમાસ્ક આંખોના રક્ષણ માટે ચશ્મા, હાથ  ના મોજા ,હાથ ધોવાના સાબુ, સેનેટાઈઝર, ગમ ,કચરાપેટી વગેરે ચીજ વસ્તુઓ ગ્રામ પંચાયત દ્વારા પૂરી પાડવા માટે 14 માં નાણાપંચ માં ખર્ચ કરી શકાશે. બીજી તરફ 14 માં નાણાપંચ હેઠળ ખર્ચ કરવાની સત્તા સરપંચ મળી જતા હવે ગામડાઓમાં સેનેટાઈઝરથી છંટકાવ કરવામાં આવશે દવાનો પણ છંટકાવ કરાશે ગામડા ના મુખ્ય હાઈવે ઉપર શહેરમાંથી વેપારીઓની અવરજવર હોવાથી કોરોના ફેલાવાની શક્યતા વધુ છે જેથી ગામડાઓના મુખ્ય હાઇ-વે ઉપર સમાયંતરે દવાનો છંટકાવ કરવામાં આવશે. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post