• Home
  • News
  • ગુજરાતીમાં 1 લાખ અને ગણિતમાં 3 લાખ બાળકો નાપાસ, આ (?) પ્રશ્નાર્થ વિદ્યાર્થીઓ સામે નહીં પણ ગુજરાતના શિક્ષણ વિભાગ સામે છે
post

5 વર્ષનું સૌથી ઓછું 60.64% રિઝલ્ટ, ગણિતમાં 100 માર્ક મેળવનાર 900% ઘટ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-10 10:52:04

અમદાવાદ: ધોરણ 10ની બોર્ડની એક્ઝામનું રિઝલ્ટ 60.64 ટકા આવ્યું છે, જે ગયા વર્ષના 66.97 ટકાની સરખામણીએ 6.33 ટકા ઓછું છે. આ વર્ષે ગણિત અને વિજ્ઞાનના વિષયનું રિઝલ્ટ સૌથી ઓછું આવ્યું છે. ગણિતમાં 3,10,833 જ્યારે વિજ્ઞાનમાં 2,80,266 વિદ્યાર્થી નાપાસ થયા છે.

ગણિત વિષયમાં 100માંથી 100 માર્ક્સ લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ગયા વર્ષની 187થી ઘટીને માત્ર 20 થઈ ગઈ છે. એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં તમામ વિષયના પેપરમાં 50 ટકા પ્રશ્નો એમસીક્યુ અને 50 ટકા થિયરિકલ હતા, જેથી રિઝલ્ટમાં નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી રહેતી હતી, પરંતુ આ વખતે એનસીઈઆરટી આધારિત પરીક્ષા પદ્ધતિને કારણે વિદ્યાર્થીઓને 80 માર્ક્સનું સંપૂર્ણ પેપર લખવાનું હતું.  જેમાં તમામ પ્રશ્નો થિયરિકલ હતા. 

પ્રશ્નપત્રમાં એનસીઈઆરટીની ભાષા પદ્ધતિ સમજવામાં વિદ્યાર્થીઓ નબળા પડ્યા હોવાથી અને ધોરણ 1થી 9માં નાપાસ નહિ કરવાની પદ્ધતિને કારણે બોર્ડ એક્ઝામની તૈયારી કરવામાં વિદ્યાર્થીઓને તકલીફ પડી હોવાનું માની શકાય. આ ઉપરાંત મેથ્સમાં એક માર્ક્સના પ્રશ્નો પણ લાંબી ગણતરીના પૂછવામાં આવ્યા હતા. ખાસ તો મેથ્સ અને સાયન્સમાં કૌશલ્યવધર્ક પ્રશ્નો વધવાને કારણે રિઝલ્ટ નીચું ગયું છે. આ વખતે બોર્ડ એક્ઝામમાં બેઠેલા વિદ્યાર્થીઓએ સેમેસ્ટર સિસ્ટમને કારણે ભૂતકાળમાં સંપૂર્ણ પાઠ્યપુસ્તક ક્રમ આધારિત પરીક્ષા આપી નહોતી. બીજી તરફ સાયન્સનું પ્રશ્નપત્ર પણ પુસ્તક આધારિત હતું. ઘણા વિદ્યાર્થીઓએ પરીક્ષાલક્ષી તૈયારી પાઠ્યપુસ્તકના બદલે રેફરન્સ સ્ટડી મટીરિયલના આધારે કરી હોવાથી પણ રિઝલ્ટ ઓછું આવ્યું હોવાનું માની શકાય છે. ગુજરાતી વિષયમાં પણ એક લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

આ વખતે કુલ 7,92,942 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી કુલ 4,80,845 વિદ્યાર્થી પાસ થયા છે. 291 સ્કૂલોનું 100 ટકા જ્યારે 174 સ્કૂલોનું 0 ટકા રિઝલ્ટ આવ્યું છે. ગુજરાતી માધ્યમનું પરિણામ 64.58 ટકાથી ઘટીને 57.54 ટકા તથા અંગ્રેજી માધ્યમનું પરિણામ 88.11 ટકાથી ઘટીને 86.75 ટકા નોંધાયું છે.  જ્યારે સૌથી વધુ સુરત જિલ્લાનું 74.66 ટકા અને સૌથી ઓછું 47.47 ટકા રિઝલ્ટ દાહોદ જિલ્લાનું છે. સૌથી વધુ 94.78 ટકા પરિણામ બનાસકાંઠાના સપ્રેડા કેન્દ્રનું છે જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદના રુવાબારી કેન્દ્રનું છે. આ વર્ષે છેલ્લાં પાંચ વર્ષનું સૌથી ઓછું રિઝલ્ટ આવ્યું છે.

ધોરણ 10માં આપણું  શિક્ષણ: ‘પુરવાર થયાના 10 કારણો 

·         રિઝલ્ટ ગત વર્ષ કરતા 6 ટકા ઘટ્યું

·         100 ટકા પરિણામ ધરાવતી સ્કૂલો 75 ઘટી

·         30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી સ્કૂલો 844 વધી

·         શૂન્ય ટકા પરિણામ ધરાવતી સ્કૂલો 111 વધી

·         A-1 ગ્રેડના વિદ્યાર્થીઓ 3,303 ઘટ્યા 

·         A-2 ગ્રેડના વિદ્યાર્થીઓ 8,621 ઘટ્યા

·         પાસ થયેલા છોકરાઓમાં 6.3 ટકાનો ઘટાડો

·         પાસ થયેલી છોકરીઓમાં 6.62 ટકાનો ઘટાડો 

·         અંગ્રેજી મીડિયમમાં પાસ થનાર 1.36 ટકા ઘટ્યા

·         ગુજરાતી મીડિયમમાં પાસ થનારા 7 ટકા ઘટ્યા

7.92 લાખમાંથી 74 હજાર બે વિષયમાં અસફળ

·         કુલ પાસ છોકરાઓ56.53 % (ગત વર્ષે 62.83 %)

·         કુલ પાસ છોકરીઓ66.02 % (ગત વર્ષે 72.64%) 

·         સૌથી વધુ પરિણામ મેળવનાર કેન્દ્ર સપ્રેડા (બનાસકાંઠા), 84.78 %

·         સૌથી ઓછું પરિણામ મેળવનાર કેન્દ્ર રુવાબારી (દાહોદ) 14.09 %

·         સૌથી વધુ પરિણામ મેળવનાર જિલ્લો સુરત 74.66 %

·         સૌથી ઓછું પરિણામ મેળવનાર જિલ્લો દાહોદ 47.47%

·         30%થી ઓછું પરિણામ મેળવનાર સ્કૂલો 1839 (ગત વર્ષે 995)

·         0 % પરિણામ મેળવનાર સ્કૂલો 174 (ગત વર્ષે 63)

·         એક વિષયમાં સુધારણા-  એવા વિદ્યાર્થી 7332 (ગત વર્ષે 4638)

·         બે વિષયમાં સુધારણા - એવા વિદ્યાર્થી 74033 (ગત વર્ષે 22518)

 

adv

Related News

post
post
post
post
post
post
post