• Home
  • News
  • ધોરણ 12 સાયન્સનું મે મહિનાના અંત સુધીમાં પરિણામ જાહેર થશે, ઉત્તરવહી ચકાસણીનું કામ પૂર્ણ
post

12 હજારથી વધુ શિક્ષકોએ 200થી વધુ કેન્દ્રો પર પેપર ચકાસણી કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-24 12:31:04

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12ની પરીક્ષા લેવાયા બાદ કોરોનાના કારણે બંધ થયેલી પેપર ચકાસણીની કામગીરી ઝડપભેર શરૂ કરવામાં આવી હતી. જેના પરિણામે ધો.12 સાયન્સનાં પેપરોની તપાસણી પૂર્ણ થવા આવી છે. તે જોતા મે મહિનાના અંત સુધીમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
બોર્ડના સૂત્રો મુજબ ઉત્તરવહી ચકાસણી પૂરી થવાના આરે
શિક્ષણ બોર્ડનાં ટોચના સુત્રોએ આ અંગે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં ધો.12ના પેપરોનું મુલ્યાંકન હવે લગભગ પૂર્ણતાના આરે પહોંચી જવા પામી છે. જેના પગલે આગામી માસનાં અંત સુધીમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સમયસર આપી શકાશે.

ચકાસણીની કામગીરી લોકડાઉનના કારણે બંધ કરાઈ હતી
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માં લેવાયેલી ધોરણ 10 અને12ની પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન જ લોક ડાઉન આવી જતા આ ચકાસણી બંધ કરી દેવામાં આવી હતી. તે પછી 16 એપ્રિલથી ફરી ઉત્તરવહી ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં 12 હજારથી વધુ શિક્ષકો 200થી વધુ કેન્દ્રો પર પેપર ચકાસી રહ્યા છે. જેમાં ધોરણ12 સાયન્સની ઉત્તરવહીની ચકાસણીનું કામ લગભગ પૂર્ણ થવા આવ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post