• Home
  • News
  • તહેવારોની ઉજવણીની ગાઈડ લાઈન:મૂર્તિ સ્થાપન માટે PI સ્થળ વિઝિટ કરે પછી જ મંજૂરી, હેન્ડ ગ્લોવ્ઝ પહેરીને જ પ્રસાદ વિતરણ કરવું પડશે, ચા-નાસ્તો, ભોજન રાખી શકાશે નહીં
post

કાર્યક્રમ દરમ્યાન તબીબી સુવિધાઓ તુરંત જ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી પ્રબંધ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાનું રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-16 09:34:21

6 દિવસ પહેલા રાજ્ય સરકારે જાહેરમાં ગરબાનું આયોજન કરવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/મૂર્તિની સ્થાપના અને પૂજા-આરતી કરી શકાશે, પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ કરી શકાશે નહીં. પ્રસાદ વિતરણ પણ નહીં કરી શકાય. સરકારે કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને નવરાત્રીના ગરબા, દશેરા, બેસતા વર્ષ સહિતના તહેવારોની ઉજવણી સંદર્ભે માર્ગદર્શિકા જાહેર કરી હતી જેનો અમલ 16 ઓક્ટોબરથી કરવાનો રહેશે.રાજ્ય સરકારે આજે નવરાત્રિ-દશેરા તથા અન્ય તહેવારોની ઉજવણી તથા ધાર્મિક કાર્યક્રમો અન્વયે ગાઈડલાઈન બહાર પાડી છે. આ માર્ગદર્શિકા મુજબ, જે સ્થળે ગરબી કે મૂર્તિની સ્થાપના કરવી હશે તેની મંજૂરી મેળવવી પડશે અને PI સ્થળ વિઝિટ કરે પછી જ મંજૂરી આપવામાં આવશે.

·         રાજ્યમાં જાહેર કે શેરી ગરબા સહિત કોઇપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં.

·         નવરાત્રિ દરમ્યાન સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી મેળવીને જાહેરમાં ગરબી/મૂર્તિની સ્થાપના, પૂજા અને આરતી કરી શકાશે.

·         નવરાત્રિ દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/મૂર્તિની સ્થાપના અને પૂજા,આરતી કરવા માટે સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે.આ પ્રકારના આયોજન માટે મંજૂરી લેવી ફરજીયાત છે. જેથી ગરબી/મૂર્તિની સ્થાપના અને પૂજા, આરતી કરવા માટે આયોજકો દ્વારા પરવાનગી માંગવામાં આવે ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશન લેવલેથી ગૃહ વિભાગના 9 ઓક્ટોબર 2020 તથા 14 ઓક્ટોબર 2020ના પત્રની જોગવાઇઓ મુજબ આ મંજૂરી આપવામાંઆવશે.

·         જે સ્થળે પરવાનગી માંગવામાં આવે ત્યાં પોલીસ ઇન્સ્પેકટર દ્વારા સ્થળ વિઝીટ કરી 6 ફુટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સિગ જળવાય રહે તે માટે ફ્લોર માર્કિંગ(કુાંડાળાઓ)કરવામાં આવે તે સુનિશ્ચિત કર્યા બાદ જ પરવાનગી આપવામાં આવશે. કાર્યક્રમ સ્થળે જો બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવે તો ખુરશીની ચારેય બાજુ 6 ફૂટની દુરી જળવાય રહે તેની તકેદારી રાખવામાંઆવે તે સુનિશ્ચિત કરવું.

·         પૂજા, આરતી કરવા માટે એક કલાકની જ મંજૂરી આપવામાં આવશે.

·         મંજૂરી માત્ર ગરબી/મૂર્તિની સ્થાપના અને પૂજા, આરતી કરવા માટે આપવામાં આવશે. આ દરમ્યાન ગરબા યોજી શકાશે નહીં તે બાબત કાર્યક્રમના આયોજકોએ ધ્યાનમાં રાખવી.

·         પૂજા, આરતી દરમ્યાન ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ કરી શકાશે નહીં.

·         કાર્યક્રમ અન્વયે અગાઉથી તૈયાર કરેલ ફક્ત પેકેટમાં ખુલ્લી જગ્યામાં પ્રસાદ વિતરણ કરી શકાશે. પેક કર્યા સિવાયના ખુલ્લા પ્રસાદનું વિતરણ કરી શકાશે નહીં. પ્રસાદ વિતરણ કરનારે ફરજીયાતપણે હેન્ડ ગ્લોવ્ઝ પહેરવાનાં રહેશે તેમજ સોશિયલ ડિસ્ટન્સિગ જળવાય રહે તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

·         સમગ્ર કાયયક્રમ દરમ્યાન પૂજા, આરતીમાં ભાગ લેનાર તમામ લોકો ચહેરાને યોગ્ય રીતે ઢાંકી રાખે/માસ્ક પહેરે તે સુનિશ્ચિત કરવું.

·         કાર્યક્રમના સ્થળે હેન્ડવોશ/સેનેટાઇઝરની સવિધા રાખવાની રહેશે. જેનો ફરજીયાત અમલ કરવાનો રહેશે.

·         કાર્યક્રમના સ્થળે થર્મલ સ્કેનિંગ, ઓક્સિમીટર(સેનેટાઇઝર) સાથેની સવિધા રાખવાની રહેશે.

·         કાર્યક્રમ સ્થળ તથા સ્ટેજ, માઇક, સ્પિકર તેમજ ખુરશીઓને સમયાંતરે સેનેટાઇઝ કરવાના રહેશે.

·         કાર્યક્રમ દરમ્યાન જાહેરમાં થૂંકવા તેમજ પાન-મસાલા, ગુટખાના સેવન ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેનો ચૂસ્ત અમલ કરવાનો રહેશે.

·         કાર્યક્રમ દરમ્યાન તબીબી સુવિધાઓ તુરંત જ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી પ્રબંધ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

·         આરોગ્ય સેતુ એપનો ઉપયોગ થાય તે હિતાવહ રહેશે.

·         કાર્યક્રમ દરમ્યાન 200થી વધુ વ્યક્તિઓ એકત્ર થઇ શકશે નહી.

·         65થી વધુ વયનાં વયસ્ક નાગરિકો,10થી ઓછી ઉંમરના બાળકો, સગર્ભાઓ તેમજ અન્ય બિમારીઓથી પીડીત વ્યક્તિઓ આ પ્રકારના સમારોહમાં ભાગ ન લે તેમજ ગરબા,દુર્ગા પૂજા જેવા તહેવારો સંબંધિત પૂજા ઘરમાં જ પરિવારના સભ્યો સાથે રહીને કરે તે સલાહભર્યું છે.

·         કાર્યક્રમ સ્થળે ચા-નાસ્તો, ભોજનની વ્યવસ્થા રાખી શકાશે નહીં. પરંતુ, તે માટે અલાયદા હોલ/સ્થળે રાખી શકાશે. જ્યાં એક સમયે 50થી વધુ વ્યક્તિઓ એકત્ર ન થાય અને બેઠક વ્યવસ્થા દરમ્યાન વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે 6 ફુટનું અંતર જળવાય રહે તે સુનિશ્ચિત કરવું.

·         ગરબા, દુર્ગાપૂજા, દશેરા, ઇદે-મિલાદ ઉન્નબી, શરદ પૂર્ણિમા, દિવાળી, બેસતું વર્ષ, ભાઇબીજ, નવા વર્ષની ઉજવણી જેવા તહેવારો તથા તેને સંબંધિત ધાર્મિક પૂજા ઘરમાં જ પરીવારના સભ્યો સાથે રહીને કરે તે સલાહભર્યું છે.

·         મેળા, રેલી,પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા, ગરબા અને સ્નેહમિલન જેવા સામૂહિક કાર્યક્રમોમાં જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થવાની સાંભાવના હોય તે પ્રતિબંધિત રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post