• Home
  • News
  • ગુજ. યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગના સેક્શન ઓફિસરની બીજા અધિકારીને ધમકી, છોકરી ઊભી કરી ફસાવાની ધમકી આપી ગાળો ભાંડી
post

ગુજરાત યુનિવર્સિટીના બિનશૈક્ષણિક અને શૈક્ષણિક સ્ટાફને ક્ષોભમાં મૂકી દેતી ઘટના

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-19 10:50:07

ગુજરાત યુનિવર્સિટીમાં બે સેક્શન ઓફિસર સામ સામે આવી ગયા છે. બન્ને વચ્ચેની વાતચીતની સામે આવેલી ઓડિયો-ક્લિપમાં અભદ્ર ભાષાની ભરમાર સાંભળવા મળે છે. ગુજરાત યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગમાં સેક્શન ઓફિસર તરીકે કામ કરતા વિજયસિંહ પરમારે સોશિયલ સાયન્સ વિભાગના સેક્શન ઓફિસર રાજેશ પટેલને ધમકી આપી ડરાવવાનો કિસ્સો સામે આવ્યો છે. વિજયસિંહ પરમારે રાજેશ પટેલને ફોન પર ફોલ્ડરિયાઓને સમજાવી દેવા અને જો ન સમજે તો છોકરી મારફતે બ્લેકમેઇલ કરવાની ધમકી આપતી ઓડિયો ક્લિપ વાઈરલ થઇ છે.

આ ક્લિપમાં વિજયસિંહ પરમાર સામેના અધિકારીને જ્ઞાતિવાચક શબ્દનો ઉયોગ કરીને ગાળો આપી રહ્યાં છે. આ ઓડિયો ક્લિપ યુનિવર્સિટી કેમ્પસમાં ચર્ચાનો વિષય બની છે. આ ક્લિપમાં બિન શૈક્ષણિક સ્ટાફના અન્ય એક કર્મચારીની સાથે વિભાગના જ અધ્યાપક વનરાજ ચાવડાને પણ ગાળો આપી રહ્યાં છે. જેની સાથે ક્રેડિટ સોસાયટીના વહિવટ સંદર્ભે આ ધમકી આપી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

હોદ્દો છોડવા માટે વિજયસિંહે આપી ધમકી આ મામલે ગુજરાત યુનિવર્સિટી કર્મચારી મંડળ અને અધ્યાપક મંડળે યુનિવર્સિટીના સત્તાધીશોને લેખિતમાં અરજી પણ કરી છે. આ અરજી યુનિવર્સિટીની ક્રેડિટ સોસાયટીમાં એકાઉન્ટની કામગીરી સંભાળી રહેલા હાલના સેક્શન ઓફિસર રાજેશ પટેલ અને ક્રેડિટ સોસાયટીના પ્રમુખ વિરેન્દ્ર ઓઝા દ્વારા કરવામાં આવી છે.

આ અરજી મુજબ, વિજયસિંહ પરમાર નામના કર્મચારીએ રાજેશ પટેલને ફોન કરી જ્ઞાતિવિષયક અને અપશબ્દો કહી માર મારવાની અને મહિલા પાસે ફરિયાદ કરાવી ફસાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ઓડિયોમાં સંભાળાતા શબ્દોમાં સૌથી પહેલા આ કર્મચારી જ્ઞાતિ વિષયક અને ના શોભે એવા શબ્દોનો પ્રયોગ કરે છે. આ કર્મચારી અન્ય જ્ઞાતિઓ માટે પણ આવા શબ્દોનો પ્રયોગ કરતો હશે, તેની પણ તપાસ થવી જોઈએ.

ભૂતકાળમાં બે વાર સસ્પેન્ડ થઇ ચૂક્યા છે વિજયસિંહ પરમાર
લાઇફ સાયન્સ વિભાગમાં ફરજ બજાવતા વિજયસિંહ પરમારનો યુનિવર્સિટી કેમ્પસનો કાર્યકાળ ગુનાહિત રહ્યો છે. જેના કારણે તેઓ બે વાર સસ્પેન્ડ પણ થઇ ચૂક્યા છે. જોકે ફરીથી કામે લાગ્યા બાદ તેઓએ શીખ લીધી નથી અને કેમ્પસમાં અવાર-નવાર અલગ-અલગ વિભાગના અધિકારીઓ અને અધ્યાપકોને ટ્રાન્સફર કરાવી સસ્પેન્ડ કરવાની ધમકી આપતા રહ્યાં છે. જેથી કર્મચારીઓમાં રોષની લાગણી પણ જોવા મળી રહી છે.આ મામલે રજીસ્ટ્રાર પણ વધુ કહેવાથી બચી રહ્યું છે અને આવેલી રજુઆત મામલે કુલપતિ અને ઉપ કુલપતિનું ધ્યાન દોરવામાં આવ્યું છે. તેમજ આગામી સમયમાં કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post