• Home
  • News
  • પૂર્વ ગૃહ મંત્રી ઝડફિયા પર હુમલો કરવાના ષડયંત્રનો મામલો, ATSએ મહારાષ્ટ્ર-કર્ણાટકમાંથી વધુ 4 શખ્સની અટકાયત કરી
post

મહારાષ્ટ્રના 3 અને કર્ણાટકમાં એક શખ્સની અટકાયત કરી લેવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-24 12:17:28

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી ભાજપના નેતા ગોરધન ઝડફીયા પર હુમલો કરવા આવેલા શાર્પશૂટર મામલે ગુજરાત ATSની ટીમે 18 ઓગસ્ટની મધરાત્રે હોટેલ વિનસમાં એક ઓપરેશન પાર પાડી શાર્પશૂટરને ઝડપી લીધો હતો. ગુજરાત ATSએ છોટા શકીલ ગેંગના વધુ ચાર શખ્સની અટકાયત કરી છે. મહારાષ્ટ્રના 3 અને કર્ણાટકમાં એક શખ્સની અટકાયત કરી લેવામાં આવી છે. હત્યાના ષડયંત્ર મામલે સંડોવણી બહાર આવતા આ ચારેય શખ્સને અટકાયત કરી અમદાવાદ લાવવામાં આવી રહ્યા છે. રિલિફ રોડ પર આવેલી હોટેલ વિનસમાંથી ઝડપાયેલા શાર્પશૂટર ઈરફાન શેખની પૂછપરછ કરતા આ ચાર શખ્સની પણ સંડોવણી બહાર આવી છે. ગુજરાત ATSની ટીમ હાલ આરોપીઓને અમદાવાદ લાવી રહી છે. આ મામલે સોમવાર એટલે કે 24 ઓગસ્ટે અનેક ખુલાસા થાય તેવી શક્યતા છે.

શું છે મામલો
ગત મંગળવારે ATSની ટીમે ગુજરાતમાં અંડરવર્લ્ડ સાથે કનેક્શનની એક મોટી ઘટનામાં છોટા શકીલ ગેંગના શાર્પ શૂટરને રિલિફ રોડ પરની હોટલ વિનસમાંથી ઝડપી પાડ્યો હતો. ATSને મધરાતે વિનસ હોટેલમાં છૂપાયેલા શાર્પશૂટર અંગે માહિતી મળતાત્યાં રેઈડ કરી હતી. ઈરફાન નામના શાર્પશૂટરે ફાયરિંગ કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા અને ATSની ટીમે ઈરફાન ઈલિયાસ શેખ ઉર્ફે કાલિયા નામના મુંબઈના શાર્પશૂટરને ઝડપી લીધો હતો. તેમજ ઈરફાનના ફોનમાંથી મળેલી ચેટમાં ખુલાસો થયો કે, એક અન્ય શાર્પ શૂટર પણ આવવાનો હતો. પોલીસે આ શાર્પશૂટરની પણ તપાસ શરૂ કરી છે જ્યારે ઈરફાનને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ શાર્પશૂટર 2002માં ગુજરાતના ગૃહમંત્રી રહી ચૂકેલા ગોરધન ઝડફિયા સહિતના ભાજપના રાજકારણીઓને નિશાન બનાવવા આવ્યા હોવાનું મનાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post